ઝી બ્યુરો/અમદાવાદ: નરોડામાં બાંધકામ સાઈટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ભેખડ ધસી પડતા એક મહિલા શ્રમિત સહિત ત્રણના કરૂણ મોત નિપજ્યાં છે. આ ઘટનાને પગલે નરોડા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા! આ વિસ્તારોમાં છે વરસાદની વોર્નિંગ, જાણો શુ છે આગાહી


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નરોડા રિંગરોડ પર આવેલી એક કન્સ્ટ્રકશન સાઇટ પર ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા હોવાની ઘટના બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના ગઈકાલે વરસાદ પડ્યો હતો, જેના કારણે ભેખડ ધસી પડતા આ મોટી ઘટના બની છે. જાણવા મળી રહ્યું છે કે નરોડાની ફોર્ચ્યુન એમ્પાર કન્સ્ટ્રકશન સાઇટ પર આ ઘટના બની છે. જેમાં એક મહિલા શ્રમિક સહિત ત્રણના મોત થયા છે.


વિરાટ-રોહિતને આઉટ કરનાર પાકિસ્તાની બોલરની ભારતને ચેતવણી; કહ્યું- આ તો શરૂઆત...


સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ નરોડા પોલીસને કરાતા પોલીસનો કાફલો ટીમ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ છે.


કોરોના કરતાં પણ ખતરનાક રોગની દેશમાં થઈ એન્ટ્રી, વારાણસીમાં 10થી વધુ બાળકો પીડિત