કચ્છના અંજારના સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના : ભઠ્ઠી ઉભરાઈ જતા 6 મજૂર જીવતાં સળગ્યા
Tragedy In Anjar Steel Company : કચ્છના અંજારની કેમો કંપનીમાં બનેલી દુર્ઘટનામાં 3 ના મોત...સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા 6 લોકો ગંભીર રીતે દાઝ્યા....સળગતા શરીરે જીવ બચાવવા કામદારોએ કુદી હતી દિવાલ...
Kutch News : કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા 6 મજૂર જીવતા સળગ્યા હતા. સ્ટીલ ઓગાળતા સમયે 6 મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. જોકે, સળગતા શરીરે દીવાલ કૂદતા કામદારોના બિહામણા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
અંજારના બુઢારમોરામાં KEMO Steel ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ કેમો સ્ટીલ કંપનીમાં ઉત્તરાયણના દિવસે મોટી દુર્ઘટના ઘટી છે. ચાલુ કામમાં અચાનક સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ ગઈ હતી. સ્ટીલ પીગાળતા સમયે બનેલી આ ઘટનામાં 10 જેટલા મજૂરો ગંભીર રીતે દાઝ્યાં હતા.
ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ : દહેગામમાં ઉત્તરાયણની રાતે દેશી દારૂ પીધા બાદ 2 મોત
આ મંદિરમાં ઉત્તરાયણે કૃષ્ણને પહેરાવાય છે ઘીના વાઘા, અકબર-બિરબલ સાથે જોડાયેલી છે કથા
આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. તો ચારની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત કામદારોને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ગુજરાતનુ પૌરાણિક શહેર મોઢેરા કેવી રીતે બન્યું સુર્યપૂજકોનું સ્થાન? રસપ્રદ છે