Porbandar Coastguard Crash: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોસ્ટ ગાર્ડના એર એન્ક્લેવમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયાના બે મહિના બાદ બની છે. હાલ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટર ક્રેશ થતા જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી ગઇ છે.




આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. હેલિકોપ્ટરમાં આગ લાગયા બાદ આગ બુઝાવાની કામગરી કરી હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જેમાં બે પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. કર્મચારીઓએ મૃતકોને તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના મૃતદેહને લઈ ગયા હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ દૂર દૂર સુધી ધુમાડો ફેલાઈ ગયો હતો.


મૃતક કોસ્ટગાર્ડ જવાનોના નામ


1. સુધીરકુમાર યાદવ ઉ.33
2. મનોજકુમાર ઉ.28
3. સૌરભ ઉ.41