Vadodara News: વડોદરાના મેળામાં એક મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર મળી રહ્યા છે. માંજલપુરમાં શરૂ થયેલ રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. બાળકોની હેલિકોપ્ટર રાઈડમાં ચાલુમાં દરવાજો ખુલતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ક્રીસમસ સંધ્યાએ મેળામાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તો વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય બાળક પણ દરવાજો ખુલી જતા રાઈડમાં લટકી ગયો હતો. જોકે સદનસીબે તેને કોઈ ઈજા થઈ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી 4 દિવસ ભારે; ચોમાસામા ખેડૂતોને અતિવૃષ્ટિએ રડાવ્યા તો શિયાળામા માવઠું કરશે બરબાદ


આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. ત્યારે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે  ટેમ્પરરી રાઇડ્સનું શું ફિટનેસ સર્ટિફિકેટ લીધું છે કે નહીં? તે એક સવાલ થઈ રહ્યો છે. જો કોઈ બાળક પડી જાત તો અને કઈ મોટી દુર્ઘટના બની હોય તો તેનું કોણ જવાબદાર હોત? રાઇડ્સની ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ચાલુ રાઇડમાંથી નાની બાળકી પડી હતી, જેણે સમાન્ય ઇજા પહોંચી હતી.


દૈનિક રાશિફળ 26 ડિસેમ્બર: કુંભ રાશિ માટે આજે ધન પ્રાપ્તિનો યોગ, આજનું રાશિફળ


આ ઘટનામાં ભારે હોબાળો થયા બાદ સંચાલક દ્વારા તાત્કાલિક રાઈડ બંધ કરી દેવાઈ હતી. આ ઘટનાના પગલે વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવાયો છે. પોલીસે કહ્યું છે કે, હેલિકોપ્ટર રાઈડના લોક ખુલી જતા 2 થી 3 દરવાજા ખુલી ગયા હતા. રાઈડ ઓપરેટર સામે કાર્યવાહી કરાશે. આ ઘટનામાં સંચાલકની બેદરકારી સામે આવી છે. હાલ મેળો બંધ કરાવાયો છે. હવે લાયસન્સની ચકાસણી બાદ જ રાઈડ શરૂ થશે.


આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની


જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં મેળો સુરક્ષા કારણોસર બંધ કરાવ્યો છે. હેલિકોપ્ટર રાઈડ્સની મંજૂરી લીધી છે કે નહીં તેની પોલીસ તપાસ કરશે.  


કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત


ઉલ્લેખનીય છે કે,  વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં 18 જાન્યુઆરી 2024ના રોજ પિકનિક પર આવેલા ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોની એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ થયા હતા. આવડી મોટી દુર્ઘટના બાદ પણ તંત્રની આંખો ખુલી નથી અને કોઈપણ ચકાસણી વગર મેળા અને રાઈડને મંજૂરી આપી દેવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.