Anand Breaking: કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો હિલસ્ટેશનો કે નદી-તળાવોમાં ફરવા જતા હોય છે. ત્યારે ઘણી વખત મઝા સજા બની જતી હોય છે. આવો જ એક કિસ્સો આણંદના ખાનપુર પાસે આવેલી મહી નદીમાં સામે આવ્યો છે. આણંદના ખાનપુર પાસેથી વહેતી મહી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતાં મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં સૌથી મોટો ખતરો


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના ચારનાં મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા. એક જ પરિવારના બે મહિલા અને બે યુવકોના કરૂણ મોત થયા છે.


ગોંડલના ભાજપ ધારાસભ્યના પુત્રની ધરપકડ; ભુલનો કોઈ અફસોસ નહીં, પોલીસ સંકજામાં હસતો.... 


જોકે, પરિવારના તમામ સભ્યો ડૂબતાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.


ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?