સપના શર્મા/અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનો ગોરખધંધો ચલાવતા ટુર એન્ડ ટ્રાવેલ્સ એન્ડ વિઝા કન્સલ્ટિંગ ચલાવનારાઓ સામે ક્રાઇમ બ્રાન્ચે તવાઈ બોલાવી છે. અને બે વ્યક્તિની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને બે વર્ષ પહેલા ડીંગૂચા ગામનો એ પરિવાર યાદ હશે જેના ચાર સભ્યો ગેરકાયદે કેનેડા જતા સમયે અમેરિકા બોર્ડર ઉપર ભારે હિમવર્ષાને કારણે મોતને ભેટ્યું હતું. આ પરિવારના જગદીશભાઈ પટેલ પત્ની વૈશાલી તેમની 11 વર્ષીય દીકરી વિહંગા અને 4 વર્ષીય દીકરા સાથે કેનેડા જવા રવાના થયા. પણ ગેરકાયદે પ્રવેશ લેતા અમેરિકા બોર્ડર ઉપર -35 ડિગ્રી તાપમાનને કારણે સમગ્ર પરિવાર કરુણામયરીતે મોતને ભેટી ગયું. આ ઘટનાથી માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો હતો


આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ કરતા બે એજન્ટની ધરપકડ કરી છે તો બે એજન્ટ ફરાર છે. આ તપાસમાં સામે આવ્યું છે કે એ સમયે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોથી કુલ 11 લોકોને ગેરકાયદે વિદેશ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યા અને બાકીના 7 લોકો કેનેડા પહોંચી ગયા. જે અંગે ત્યાંની પોલીસ તપાસ કરી રહી છે.


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કઈ રીતે પહોંચ્યું બે એજન્ટ સુધી?
આ મામલે માહિતી આપતા ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું કે વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ દિલીપ ઠાકોરને ખોટી રીતે વિદેશ મોકલતા હોવાની બાતમી મળતા તપાસ હાથ ધરી હતી. જેમાં કલોલના અશોક પટેલ અને અમદાવાદના યોગેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.


ભાવેશ અને યોગેશ કઈ રીતે લોકોને મોકલાવતા વિદેશ?
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે યોગેશ અને ભાવેશ ટુર એન્ડ ટ્રાવેલ્સ અને વિઝા કન્સલ્ટિંગનું કામ કરે છે. તેઓ અમેરિકા જવા માંગતા લોકોના પહેલા કેનેડા જવા માટેના વિઝા બનાવતા અને તેમને પહેલા કેનેડા મોકલતા ત્યારબાદ પોતાના મળતિયા એજન્ટ મારફતે તેમને જીવના જોખમે અમેરિકાની અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવતા


ડીંગૂચાના પરિવારને પહેલા વિનીપેગ લઇ ગયા
પોલીસે અપરાધીઓ સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ત્યાંના બે મળતિયા ફેનિલ અને બીટ્ટુ પાજી નામના આરોપીઓએ 11 લોકોને બોર્ડર ક્રોસ કરાવતા પહેલા કેનેડાની ફ્લાઇટથી ઉતાર્યા બાદ રોડ મારફતે વેનકુવર અને ત્યાંથી વિનિપેગ લઇ ગયા હતા. જ્યાંથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા સમયે ડીંગૂચાનો પરિવાર મોતને ભેટ્યો હતો


કઈ રીતે ચલાવાય છે ગેરકાયદે વિદેશ જવાનું સ્કેન્ડલ?
પોલીસને મળેલી માહિતી મુજબ અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં ટુર એન્ડ ટ્રાવેલ્સ અને વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા એજન્ટો પોતાના આર્થિક ફાયદા માટે અમેરિકા જવા ઇચ્છતા લોકોને ફોસલાવી તેમની પાસેથી મોટી કિંમત વસૂલી તેમને પહેલા અમેરિકાના નજીકના દેશો જેવા કે કેનેડા અથવા મેક્સિકો મોકલાવે છે અને ત્યાંથી જીવના જોખમે બોર્ડર ક્રોસ કરાવે છે. આ માટે તેઓ 60-65 લાખ રૂપિયા લે છે.