ઝી બ્યુરો/અમદાવાદ: CNCD વિભાગમાં મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે. AMCના CNCD વિભાગના બે અધિકારીઓ સિવાય તમામ સ્ટાફની બદલી કરવામાં આવી છે. ગઈ કાલે જ મનપા કમિશનરે સ્ટાફ બદલવા માટે સૂચના આપી હતી. સૂચના અપાયાના બીજા જ દિવસે સ્ટાફની બદલી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરઃ લગ્નના માંડવે દીકરીને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું તે જાણીને હૃદય ફાટી જશે!


ઢોર પકડવાંની કામગીરીથી મનપા કમિશનર નાખુશ છે. એક સાથે 36 જેટલા સ્ટાફની CNCD વિભાગમાંથી બદલી કરવામાં આવી છે. અગાઉ શહેરને રખડતા ઢોર ત્રાસમાંથી મુક્ત કરાવવા તેમને CNCD વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ કામગીરીમાં કોઈ ફેરફાર ન દેખાતા તમામને ફરીથી જૂનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે ફરી નવી ટીમ બનવવામાં આવી છે. નવી ટીમમાં 50 જેટલા સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.


મા ઉમિયાના પાયાના પિલ્લર બનવા દેશ વિદેશથી પડાપડી, આટલા પિલ્લર તો એડવાન્સમાં બુક


નોંધનીય છે કે, ચૂંટણી પહેલા મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાયો હતો, હવે AMCના કર્મચારીઓની મોટાપાયે બદલીનો તખ્તો તૈયાર કરાયો છે. જેમાં બે તબક્કામાં અંદાજે 1500 કર્ચમારીઓ અને અધિકારીઓના બદલીના સમાચારે વાતાવરણ ગરમાયું છે. માત્ર આગામી 4થી 5 દિવસથી પ્રથમ તબક્કાની બદલી થવાની છે, જેમાં કોની બદલી થશે તે તો નક્કી નથી. પરંતુ બે તબક્કામાં બદલીઓના સમાચાર મળી રહ્યા છે. પરંતુ હા...પ્રથમ તબક્કામાં 1 હજારથી વધુ કર્મચારીઓની આંતરિક બદલી થશે. બાકી રહેલા કર્મચારીઓની બીજા તબક્કામાં બદલી થશે.


વેરા માટે પ્રજાનો વારો પાડતું તંત્ર, કેમ ભૂલી જાય છે સરકારી કચેરીઓનું કરોડોનું લેણું


એક જ સ્થળે 1 હજાર દિવસ કરતા વધુ સમયથી નોકરી કરતા હોય એવા કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની નજરમાં હતા. જેમાં ઈજનેર, હેલ્થ, એસ્ટેટ, ટીડીઓ, સોલિડ વેસ્ટ, વર્કશોપ, ટેક્સ સહીત મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે.