અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સમાચાર વાઇરલ થયા છે IPS અધિકારીઓની મોટાપાયે બદલી થવાની છે અને એના પગલે ગુજરાતના પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર થશે. આમ, IPSની બદલી અંગે અસમંજસતા વચ્ચે સ્પષ્ટતા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં પોલીસની બદલીએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે અને 73 IPSની બદલી થઈ રહી હોવાના સંદેશા વહેતા થયા છે. આ મામલે ઝી 24 કલાક પાસે સચોટ સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે પોલીસતંત્રમાં 5થી 7 દિવસમાં મોટા ફેરફાર થશે. હકીકતમાં ગત સપ્તાહે જ બદલીના હુકમો થવાના હતા પણ હાલમાં એને બ્રેક લાગી છે.


રિપોર્ટનો વીડિયો જોવા કરો ક્લિક


સીઝનનું જીરું ભરવાનું પ્લાનિંગ હોય તો પહેલાં વાંચી લો આ અને થઈ જાયો સાવચેત


 


મળતી માહિતી પ્રમાણે ડાયરેક્ટ પ્રોબેશન કમિટી (DPC) નહીં થયું હોવાના કારણે બદલીમાં વિલંબ થયો છે. હકીકતમાં IASની બદલી બાદ IPSની બદલી થવાની હતી પણ હવે ટૂંક સમયમાં આ બદલીને આખરી ઓપ આપવામાં આવશે. નવી પરિસ્થિતિમાં 60થી પણ વધુ ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી થઈ રહી છે જેના પછી અનેક અધિકારીઓને બઢતી પણ મળશે. આ બદલીનો લીથો 5થી 7 દિવસમાં નીકળશે.