વિધાનસભાની ચૂંટણી પૂર્વ મોટા ઉલટફેર! રાજ્યના 79 ડેપ્યૂટી કલેક્ટરોની બદલી
રાજ્યના 79 ડેપ્યૂટી કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ છૂટ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારી, અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આજે (બુધવાર) ઢળતી સાંજે 79 કલેક્ટરોની બદલી કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના 79 ડેપ્યૂટી કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ છૂટ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે કલેક્ટરોની બદલીઓ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીઓને લઇને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે સીધી કે આડકતરીરીતે સંકળાયેલા હોય તેમજ લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવનાર કલેક્ટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.