વડોદરા : ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં નવા પોઝિટિવ 46 કેસ નોંધાયા છે, જેને લઇને કુલ આંકડો 308 પર પહોંચી ગયો છે. ત્યારે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં 21 લોકોના કોરનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યાં હતા. જેને તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના 21 લોકોના કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. આમ એક જ વિસ્તારમાં 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઇને તંત્ર દ્વારા નાગરવાડા વિસ્તારને સંપૂર્ણ લોક કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ બહાર ન નિકળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના એન્ટ્રીના તમામ રસ્તા પર પતરા લગાવવામાં આવ્યા છે.  આ સિવાય મચ્છી પીઠ, સૈયદપુરા, ટાવરના ચાર રસ્તા બ્લોક કરી દેવાયા છે. તમામ વિસ્તારમાં પોલીસ અને SRPના જવાનો તૈનાત કરાયા છે. કોઈ પણ વ્યક્તિને બહાર અથવા બહારના વ્યક્તિને અંદર જવા પર પ્રતિબંધ લગાવાયો છે.


વડોદરામાં લોકડાઉનનો ઉલ્લંઘન કરનારા સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મોર્નિંગ વોકમાં નીકળેલા 82 લોકોની પોલીસે ધરપકડ કરી છે. કમાટીબાગ, માંજલપુર, નરહરિ સર્કલ પાસે મોર્નિંગ વોકમાં નીકળેલા ઝડપાયા છે. પોલીસની કડક કાર્યવાહી થી લોકોમાં ફફડાટ પેદા થયો છે. સયાજીગંજ પોલીસે આ કાર્યવાહી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube