નવનીત દલવાડી, ભાવનગર : ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામના એક ખેડૂતે પાંચ વીઘામાં તૈયાર થયેલો ફ્લાવર-કોબીનો ઉભો પાક પૂરતા ભાવો ન મળતા માલઢોરને હવાલે કરી દીધો છે. ૧ રૂ. પ્રતિ કિલો જેવા સામાન્ય ભાવે યાર્ડમાં વેચાણ થતી ફ્લાવર-કોબીને ખેતરમાંથી બહાર કાઢવાની મજુરી પણ મોંઘી પડતી હોવાથી ખેડૂતે કંટાળી જઈ પોતાનો ફ્લાવર-કોબીનો પાક ઘેટા-બકરાં અને ગાય-ભેંસને હવાલે કરી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના નામ પર લાગી નકલી રિસિપ્ટ કૌભાંડની કાળી ટીલી, આ ત્રણ કૌભાંડીઓનો ખેલ


આ ઘટનાની વિગતો જોઈએ તો સિહોરના જાંબાળા ગામના માધાભાઈ નામના એક ખેડૂતે પોતાના ખેતરમાં પાંચ વીઘામાં કોબી-ફ્લાવરનું વાવેતર કર્યું હતું. થોડા સમય અગાઉ તમામ શાકભાજીના ભાવો પૂરતા મળતા હોય જેથી ખેડૂતો ખુશ જણાતા હતા પરંતુ હાલ તમામ શાકભાજીના ભાવો તળિયે છે. આ સંજોગોમાં યાર્ડમાં હોલસેલ ભાવ 1 રૂ. પ્રતિ કિલો જેટલો હોવાના કારણે ખેડૂતોને તેનો પાક ખેતરમાંથી મજુર પાસે એકત્રિત કરાવવાની પણ મજુરી પણ મોંઘી પડતી હોવાના કારણે તેમના પાંચ વીઘામાં રહેલો પાક માલઢોરને હવાલે કરી દઈ પોતાની નારાજગી જાહેર કરી હતી.


Corona virus : આડીઅવળી વાતને બદલે ગુજરાતના મુખ્યમંત્રીની સોય ઝાટકીને સ્પષ્ટતા


આ સમયે તેમના શેઢા પાડોશી અને માલધારી એવા અન્ય ખેડૂતે પણ આ બાબતે પોતાની નારાજગી જાહેર કરી સરકાર પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. થોડા સમય એક ખેડૂતે અપૂરતા ભાવો મળતા ડુંગળીના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દઈ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમજ અન્ય એક ખેડૂતે તેનો ટામેટા નો પાક માલઢોર હવાલે કર્યો હતો. આજે વધુ એક ખેડૂતે આવું ફરી કરવા મજબુર બન્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube