માંગરોળ : વીજળીનો ઉપયોગ જેટલો વધ્યો છે, તેનો બગાડ પણ એટલો જ થઇ રહ્યો છે. આ સંજોગોમાં માંગરોળ પાસેના એક ગામમાં આવેલી એક કોલેજે સોલાર એનર્જીનો ઉપયોગ કરીને આવનારી પેઢીને એક નવો રાહ ચિંધ્યો છે. આ કોલેજ દ્વારા સોલાર એનર્જીના કમાલનો પુરાવો આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંગરોળના વાંકલ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ દ્વારા સોલર આધારિત વીજળી લેવાનું શરુ કરતા તેનું પરિણામ ૧૦૦ ટકા મળ્યા છે કેમકે જે કોલેજનું બીલ 50 હજારથી 80 હજાર સુધી આવતું હતું એ કોલેજમાં આજે સોલર લગાવ્યા બાદ ઝીરો બીલ આવ્યું છે. આ સિવાય જનરેટ થયેલ પાવર જી.ઈ.બી. ને અપાતા કોલેજને ૬૧ રૂપિયા વળતર સામેથી મળ્યા છે. 


એક તરફ જળ સંચાલિત પેદા કરવામાં આવતી ઉર્જા અને કોલસા સંચાલિત ઉર્જા મોંઘી અને વાતાવરણને દુષિત કરનારી બની રહી છે. જળ સંચાલિત ઉત્પન થતી વીજળીમાં વધુ પડતું પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે જીવસુષ્ટિને નુકસાન થાય છે. કોલસા આધારિત વીજળીમાં ઉત્પાદન ખર્ચ વધી જાય છે સાથે પર્યાવરણનું પદુષણ વધે છે. આ સંજોગોમાં વર્તમાનમાં સોલર ઉર્જા આશીર્વાદ બની છે. વાંકલ કોલેજ સંચાલકોની દરંદેશી અને આવડતના કારણે કોલેજે જેડા નામની સરકારી સંસ્થાના સહકારથી સોલર પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. આ પ્રોજેક્ટમાં સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. આ સોલર પ્લાન્ટ વાંકલ કોલેજના ધાબા પર લગાવવામાં આવ્યો છે જેનાથી કોલેજને જબરદસ્ત ફાયદો મળ્યો છે.