સુરતીઓ માટે ખાસ કામના સમાચાર, વાંચો અને મિત્રોને જણાવો
સમગ્ર રાજ્યમાં હોમ કોરોન્ટાઇન રહેલા શખ્સોમાં સૌથી વધારે સંખ્યા સુરતમાં છે. સુરતમાં સૌથી વધારે એટલે કે 4331 લોકો હોમ ક્વોરોન્ટાઇન છે.
સુરત : શહેરના પેટ્રોલ પંપ પર માસ્ક વગર પેટ્રોલ-ડિઝલ ભરાવવા જતા લોકોને પેટ્રોલ આપવામાં આવશે નહીં એવો નિર્ણય સુરત પેટ્રોલ પંપ ઓનર્સ એસોસિએશન દ્વારા લેવાયો છે. સાથે સાથે આજથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપ પર 24 કલાક સુધી પેટ્રોલ તથા ડિઝલનુ વેચાણ ચાલુ રહેશે.
અમદાવાદમાં કેટલાક ખાસ ઘરોની આગળ લગાવાઈ રહ્યા છે ગ્રીન સ્ટિકર, જાણો ખાસ કારણ
સુરત શહેરમાં 60થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે. આ પંપ દ્વારા શહેરમાં 3.50 લાખ લિટર પેટ્રોલ અને 2 લાખ લિટર ડીઝલનું રોજનું વેચાણ થાય છે. જેમાંથી હાલ અનુક્રમે 15 અને 10 ટકા જેટલું જ બંધના કારણે રોજ વેચાણ થઈ રહ્યું છે. સરેરાશના આ પેટ્રોલ પંપ સાથે હજારો કર્મચારીઓ 3 શિફ્ટમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.
કોરોનાને ડામવા તંત્ર ખડેપગે પણ આમ છતાં ઘોર બેદરકારીનો મોટો કિસ્સો આવ્યો સામે
નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં હોમ કોરોન્ટાઇન રહેલા શખ્સોમાં સૌથી વધારે સંખ્યા સુરતમાં છે. સુરતમાં સૌથી વધારે એટલે કે 4331 લોકો હોમ ક્વોરોન્ટાઇન છે. આવી સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેના માટે કોર્પોરેશન દ્વારા 995 સોસાયટી અને 1321 લારી-ટેમ્પો દ્વારા શાકભાજી ફળફળાદી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એકલવાયુ જીવન જીવતા લોકો માટે ટિફિન સર્વિસ પણ ચાલુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1350 કિલો ચોખા, તુવેરદાળ, ઘઉ સહિતનું તમામ અનાજની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા એકલા રહેતા નાગરિકો માટે 600 ગ્રુપને જોડીને ટિફિન સેવા ચાલુ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube