ઝી બ્યુરો/અમદાવાદ: આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક નજીક જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્સ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા છે. બેઝમેન્ટના કામ દરમ્યાન નિર્માણધીન સ્લેબ ધસી પડ્યો હતો. જેમાં છત્તીસગઢના 5 શ્રમિક દટાયા હતા. આ ઘટનામાં 4 શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી લેવાયા હતા. પરંતુ એક દટાયેલા એક શ્રમિકને ફાયબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તેનું મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં આ દિવસે એકેય ઈંડા-નોનવેજની લારી નહીં દેખાય! ગુજરાતમાં કતલખાના રહેશે બંધ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આંબાવાડી વિસ્તારમાં જૂની જીએસટી ભવનની સામે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો દબાયા છે. નવરંગપુરા ફાયર સ્ટેશન અને જમાલપુર ફાયર સ્ટેશનની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પહોંચે તેના પહેલા ચાર વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ દટાયેલી હાલતમાં હતો.


VIDEO: રામ મંદિર માટે ગુજરાતનું વધુ એક યોગદાન; આ મશીન આગળ હાથ ધરો, પ્રસાદનું પેકેટ..


ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વ્યક્તિને શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દટાયેલા વ્યક્તિને હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયા (ઉં. વ. આશરે 13) હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદના વેપારીનું અનોખું સાહસ! 100 કલાકમાં જ વીંટી પર બનાવ્યું ભવ્ય રામ મંદિર


દટાયેલા વ્યક્તિઓ 


  • 1. અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયા (ઉં. વ. આશરે 13)

  • 2.સુખરામ (ઉ. વ. આશરે 30)

  • 3. કૈલાશ (ઉ. વ. આશરે 35)

  • 4. એતરો (ઉ. વ. આશરે 22)

  • 5. વિકાસ (ઉ. વ. આશરે 18)


  •