રવિ અગ્રવાલ, વડોદરા : વડોદરામાં કોરોનાને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. અહીં એક સાથે 45 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. આ દર્દીઓ આજવા રોડ પર આવેલા કોરોના કેર સેન્ટરમાં હતા. આ તમામ 45 દર્દીઓ નાગરવાડા વિસ્તારના છે. આ પોઝિટિવ દર્દીઓનો બે વખત નેગેટિવ રિપોર્ટ આવતા તમામને કાલે રજા આપવામાં આવશે. વડોદરામાં અત્યાર સુધી 8 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વડોદરામાં નવા 8 કેસ નોંધાવાની સાથે સંક્રમિતોની સંખ્યા 200ને પાર પહોંચી ગઈ છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 207 કેસ નોંધાયા છે. તો વધુ એક મોતની સાથે કુલ મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. નાગરવાડા, કારેલીબાગ, રાજમહેલ રોડ, રાવપુરા અને ન્યાયમંદિર વિસ્તારમાં પોઝિટિવ કેસો નોંધાયા છે. 


વડોદરા શહેરમાં અત્યાર સુધી 2856 સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જેમાં 206 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 2540 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કોરોનાથી વડોદરા શહેરમાં 9 અને જિલ્લામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube