સુરતમાં રસ્તા પર ફેંકી દેવા પડશે શાકભાજી?
સુરત એપીએમસી બંધ થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. હાલમાં પ્રતિદિવસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પાંચ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
ચેતન પટેલ, સુરત : સુરત એપીએમસી બંધ થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. હાલમાં પ્રતિદિવસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પાંચ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે આપેલી ચીમકી પ્રમાણે જો આ પરિસ્થિતિ રહી તો ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકી દેવાનો વારો આવશે.
આ પરિસ્થિતિમાં સુરતની 60 લાખની જનતાને મુશ્કેલી પડી શકે છે અને શાકભાજીના કાળા બજાર થઈ શકે છે. હાલમાં જિલ્લા કલેક્ટર પાસે કોરોનાની ગાઈડ લાઇન મુજબ શાકભાજીની વ્યવસ્થા કરી આપવાની માંગ કરવામાં આવી છે.
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ જથ્થાબંધ માર્કેટ છે અને અહીંથી જ સમગ્ર સુરતમાં શાકભાજીની સપ્લાય થાય છે એટલે આગામી દિવસોમાં શાકભાજીનો પૂરવઠો કેવી રીતે સુરતને પુરો પડશે તે અંગેની કોઇ જાણકારી મળી શકી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube