નરેશ ભાલિયા, જેતપુર : હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે જેતપુરની સ્કૂલે ઉદાહરણીય કામ કર્યું છે. જેતપુરની ધવલ સ્કૂલ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સ્કૂલનું બિલ્ડિંગ કોરોનાની સારવાર માટે આપવાની ઓફર કરી છે. સ્કૂલના વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્કૂલના 90 રૂમનો ઉપયોગ હોમ કરોન્ટાઇન માટે કરી શકાશે. આ સિવાય સ્કૂલે 10 વ્યક્તિઓનો સ્ટાફ તેમજ સ્કૂલનું રસોડું સારવાર માટે આપવાની ઓફર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે જયંતિ રવિએ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરામાં વધુ એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં મહેસાણામાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. હાલમાં તો કોરોનાપીડિત દર્દીઓના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. 


આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ  આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube