ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે ઉછાળો આવી રહ્યો છે. હાલ ચોરી, લૂંટ, મારામારી, હત્યાની છાશવારે ઘટનાઓ બનતી હોય છે. ત્યાંજ અમદાવાદમાં ફરી એકવાર લૂંટ થયાની ચકચારીત ઘટના બની છે. વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે રૂપિયા 50 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત! આ બે તારીખે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મેઘો કરશે


રામમોહન પેઢીમાંથી રોકડ લઇ બિલ્ડરના કર્મચારી નીકળ્યા હતા. કર્મચારીઓ પાસેથી પૈસા લૂંટી બાઈક સવારો ફરાર થયા હતા. અકસ્માત થયાંનું કારણ આગળ ધરી લૂંટને અંજામ આપ્યો છે. લૂંટમાં 4થી વધુ શખસો સંડોવાયેલા હતા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો છે. બોપલના હિતેશ પટેલ નામના બિલ્ડરની રકમ લૂંટાઈ છે. આંગડિયા પેઢીમાંથી બિલ્ડર હિતેષભાઈના રૂપિયા લઈને તેમનો માણસ નીકળ્યો હતો. ત્યારે બિલ્ડરના વ્યક્તિ સાથે લૂંટ થઈ હતી. વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે લૂંટની ઘટના ઘટી હતી. 


હવે ખેલૈયાઓ મોજથી ગરબે ઘૂમશે! નવરાત્રિના 9 દિવસ હાર્ટ એટેક ટચ પણ નહીં કરે, કરાઈ ખાસ


પોલીસ પર ઉઠ્યા સવાલ
વસ્ત્રાપુરમાં દિન દહાડે લૂંટની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યો છે. ગુનેગારોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો તે આ ઘટના પરથી સાબિત થાય છે. આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળનારોઓને આરોપીઓ ટાર્ગેટ કરતા હોય તેવું આ કિસ્સા પરથી જણાઈ આવી રહ્યું છે. અત્રે જણાવી દઈએ કે, આ અગાઉ પણ લૂંટની ઘટના સામે આવી હતી.


ખુશખબર! ખેડૂતોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન આપશે સરકાર, તરત કરો આ નાનું કામ