સમીર બલોચ, મોડાસા : ગુજરાતમાં મોડાસામાં દલિત સમાજની દીકરી પર થયેલા અત્યાચારની ઘટના છેલ્લા કેટલાક સમયથી ગાજી રહી છે. અહીં સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય કોલેજિયન યુવતી 31મી ડિસેમ્બરે ગુમ થઈ હતી. જોકે પછી સાયરા ગામની સીમમાં વડ પરથી લટકતી હાલતમાં લાશ મળી હતી. યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અને આ યુવતીની કરપીણ હત્યા કરી ઝાડ ઉપર લટકાવી દેવાના ચકચારી બનાવના રાજયભરમાં પડઘા પડી રહયા છે.ત્યારે આ દલિત યુવતીના મોત પ્રકરણે જિલ્લા પોલીસની કામગીરી જ શંકાસ્પદ હોઈ તમામ તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી) દ્વારા કરાવવાની માંગ ઉઠી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના આ ટેણિયાએ મારી દીધો છે મોટો મીર


હવે મોડાસાની પીડિતાના મોતના મામલાએ નવો વળાંક લીધો છે અને સીઆઇડી ક્રાઇમ કમર કસીને તપાસ કરી રહી છે. આ મામલે CID ક્રાઇમની તપાસ બીજા દિવસે પણ યથાવત છે. હાલમાં અરવલ્લી એસપી ઓફિસ ખાતે CID ટીમના ધામા છે અને ત્રણ આરોપીઓની સીઆઇડી તપાસ કરી શકે છે. હાલમાં CID ક્રાઇમના DIG, DYSP તેમજ રેલવે પોલીસની સંયુક્ત તપાસ ચાલી રહી છે.


માતા-પિતા કરે છે રસોઈનું કામ, દીકરો હવે બદલી નાખશે તેમની આખી જિંદગી


આ પીડિતાની અંતિમ ક્રિયામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકોએ આક્રોશપૂર્વક દુષ્કર્મી અને તેના હત્યારાઓને ઝડપથી પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવી હોવાની માંગ કરી હતી. આ મામલાનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે યુવતીને ન્યાય અપાવવાના ભાગરૂપે સણસણતું ટ્વીટ કર્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...