ઝી બ્યુરો/રાજકોટ: શહેરના સર્વેશ્વર ચોક વિસ્તારમાં મોટી દુર્ઘટના સામે આવી છે. સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થયો છે. ગણેશ પંડાલની નજીક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અફરા તફરી મચી ગઈ છે. હાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હજુ કેટલા લોકો ફસાયા છે તેની માહિતી સામે આવી નથી. આ દુર્ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના દબાણ બાદ કેવી રીતે હરકતમાં આવ્યું ખાલિસ્તાની આતંકીઓને પંપાળતું કેનેડા?


આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર એક મોટી દુર્ઘટના બની છે. સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી પડ્યો છે, જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. આ ઘટનામાં અનેક વ્યક્તિઓ ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડી અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ કામગીરી ચાલું કરી હતી. 


સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પુલ ધરાશાયી, ડમ્પર, 2 બાઈક પટકાયા, 4થી વધુને ઈજા


છેલ્લે મળતી માહિતી પ્રમાણે, સર્વેશ્વરચોકમાં બનેલી ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનો સાથે મળીને અભિયાન ચલાવી રહ્યા છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ગુજરાતમાં આજે ક્યાં કેટલો વરસ્યો વરસાદ? આ વિસ્તારોમાં ખતરો, નાંદોદમાં આભ ફાટ્યું!


ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જે બાદ વોકળાનો સ્લેબ ધરસાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે.