ફરી સુરતમાં મોટી દુર્ઘટના ટળી; જો જીમ અને સ્પા ચાલું હોત તો લાશોનો ઢગલાં થાત! બે મહિલાના મોત
હાલમાં દિવાળીના વેકેશનને કારણે જીમ બંધ હતું. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી. જો જીમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને મોતનો આંકડો મોટો થઈ ગયો હોત. જીમ અને સ્પાને સીલ કરવામાં આવશે.
ઝી બ્યુરો/સુરત: સુરતમાં ગઈકાલે એટલે કે બુધવારે મોડી સાંજે સીટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગુંગળામણથી સ્પાની બે મહિલા કર્મચારીના મોત નીપજ્યા હતા. આગની ઘટના જે સમયે બની તે સમયે રોજ જીમમાં 150થી વધુ લોકોની અવરજવર રહેતી હોય છે. આ સિવાય સાંજે 4થી 6 દરમિયાન નાના બાળકો માટે એથ્લેટિક્સની ટ્રેનિંગ પણ ચાલતી હોય છે. હાલમાં દિવાળીના વેકેશનને કારણે જીમ બંધ હતું. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી. જો જીમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને મોતનો આંકડો મોટો થઈ ગયો હોત. જીમ અને સ્પાને સીલ કરવામાં આવશે.
આ તારીખે ગુજરાતમાં આવશે મોટો ખતરો! અંબાલાલે કીધું ઠંડીને મૂકો ફરી ત્રાટકશે વાવાઝોડું
આ ઘટનામાં ફાયર વિભાગની બેદરકારી વધુ એક વખત બહાર આવી છે. જ્યાં આગ લાગી તે ફોર્ચ્યુન મોલ તરીકેની ઓળખ ધરાવે છે. જ્યારે તેનું અસલી નામ શિવપૂજા અભિષેક કોમ્પલેક્સ છે. જેના ત્રીજા માળે દોઢી હાઇટના સ્લેબ લઈને બનાવેલા માળમાં સનસિટી જીમ ચાલતું હતું. આ જીમમાં ગત ઓગસ્ટ માસમાં એટલે કે, રાજકોટની દુર્ઘટના બાદ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેની ફાયર NOCની ડેટ પૂરી થઈ ચૂકી હોવાથી રિન્યુ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ ત્યારબાદ શું થયું? ફાયર સેફ્ટીના નિયમોનો અમલ કરીને NOC રિન્યુ કરવામાં આવી કે કેમ?
સુરતની ચોંકાવનારી ઘટના! જાણીતા જ્વેલર્સને ત્યાં તસ્કરો ત્રાટક્યા, કરોડોની 'ધૂળ' લઈને...
ડિવિઝનલ ફાયર અધિકારી હરીશ ગઢવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં એનઓસી આપવામાં આવી હતી. ત્યાર પછી 15 મી ઓક્ટોબરના રોજ વરસ માટે રિન્યુઅલ કરાવી છે. જીમને વર્ષ 2022 અને 2024 ના ઓગસ્ટ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. ફાયર NOC લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જીમ એસેમ્બલીમાં આવે છે જેથી એનઓસી લેવી કમ્પલસરી હોય છે. ઇમરજન્સી સ્ટેર માટે પણ જણાવવામાં આવ્યું હતું. જે ફસાડ છે એ માટે પણ સૂચના આપવામાં આવી હતી.. ફસાડ હોવાથી અમે તેમને સૂચના આપી હતી કે અંદર જો આગ લાગવાની ઘટના બને તો તે ધુમાડો રિલીઝ કરવા માટે એન્ટ્રી બ્લોકમાં ફાયર ફાઈટિંગ અને રેસ્ક્યુ થઈ શકે.
રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી! જાણો શું રાખવી કાળજી?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું FSO છે. તેના આધારે NOC આપવામાં આવી છે. એનઓસી શિવ પૂજન ને આપવામાં આવી છે . આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમને એનઓસી આપવામાં આવી છે. જીમ નોટિસ આપવામાં આવી છે. તેઓએ ઇન્ડિપેન્ડેન્ટ પાર્ટ તરીકે એનઓસી લીધી છે. જેના કારણે જીમને નોટિસ આપવામાં આવી હતી. જીમ પાસે એનઓસી જ નથી. સ્પા અને જીમ એક જ જગ્યા પર છે. ઓન પેપર આ ફિટનેસ ના નામથી છે. ગુજરાત સરકારના પ્રિવેન્શન એક્ટ તરીકે કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગમાં અલગથી જીમ ચાલે તો તેને એનઓસી લેવી ફરજિયાત હોય છે. કારણ કે જીમ એસેમ્બલીમાં જાય છે. જીમ સાથે સ્પા પણ ચાલે છે તે અંગેની જાણકારી આપી નહોતી.