મોરબીઃ આજે રાજ્યભરમાં સંત જલારામ બાપાની 219મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. દરેક જલારામ  મંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં પણ જલારામ બાપાની જન્મજયંતિની ધામધૂમપૂર્વક  ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભક્તજનોએ ઈન્ડિયા રેકોર્ડ નોંધાવીને ભવ્ય રીતે જલારામ જયંતિની ઉજવણી  કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટે વીરપુર તરીકે સૌરાષ્ટ્રમાં જાણીતા મોરબી શહેરનું નામ જલારામ જયંતીના દિવસે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા  બુકમાં નોંધાયું છે. અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ જલારામ બાપાના મંદિરે દર વર્ષની માફક આ વર્ષે પણ  ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે 219મી જન્મજયંતી નિમિત્તે સૌથી મોટો 8 ફૂટનો બાજરાનો રોટલો  બનાવવામાં આવ્યો છે. જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ પૂજારા અને તેમની ટીમ દ્વારા વિશ્વનો  સૌથી મોટો રોટલો બનાવ્યો છે. આ રોટલો બનાવવા માટે 2 લોખંડની પ્લેટ બનાવવામાં આવી હતી. તો 50 કિલો  બાજરીનો લોટ, અઢી કિલો મીઠું, 3 કિલો શુદ્ધ ઘી, 60 લીટર પાણી અને 3 કિલો ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો  હતો. આ રોટલો જલારામ બાપાના ચરણોમાં પ્રસાદીરૂપે ધરીને 5000 લોકોને પ્રસાદીરૂપે આપવામાં આવ્યો હતો. 


[[{"fid":"189856","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય ઉજવણી
મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ બાપાના મંદિરે દર વર્ષે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. અહીં દરવર્ષે મહાઆરતી બાદ વિશિષ્ટ વ્યક્તિના હસ્તે જલારામ બાપાના મંદિરે કેક કાપવામાં આવે છે. આ ત્યારે આ વર્ષે શહેરના જુદાજુદા માર્ગો ઉપર ત્રણેય ઋતુમાં ઉભા રહીને ટ્રાફિકની પીડામાંથી નગરજનોને મુક્તિ અપાવતા એવા ટ્રાફિક બ્રિગેડના બહેનોના હસ્તે જલારામબાપાના જન્મ દિનની કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે જલારામબાપાનું મંદિર જય જલ્યાણના નાદથી ગુંજી ઉઠ્યું હતું.


[[{"fid":"189857","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]][[{"fid":"189858","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]