ઉદય રંજન/અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સમાજ પોતાનું શક્તિપ્રદર્શન કરી આડકતરી રીતે નેતાઓ અને પાર્ટીઓને સંદેશો આપી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ ખાતે માલધારી આગેવાન મુકેશ ભરવાડે માલધારી મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં ગૌચરની જમીન, શિક્ષણ અને ઘાસચારા સહીતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, જો કે ચર્ચા થાય એ પહેલા જ વિવાદ સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક પ્રસાસને સંમેલન માટે મંજૂરી ન આપતા હવે નારાજ લોકો હાલ શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો. પોતાની વિવિધ માગણીઓ લઇને માલધારી સમાજના લોકો માટે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમંલનમાં પહેલીવાર રબારી, ભરવાડ, ચારણ, ગઢવી અને માલધારી લોકો એક મંચ પર આવ્યા હતા. જે દરમિયાન ગૌચરની જમીન, શિક્ષણ અને ઘાસચારા સહીતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. તો આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર , કિર્તીદાન ગઢવી , જીગ્નેશ કવિરાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા.


અમદાવાદ: સરદાર પટેલ હોસ્પિટલના લોકાપર્ણ બાદ પ્રથમ દિવસે જ વિપક્ષના આક્ષેપ


પરંતુ છેલ્લી ઘડીએ સંમેલનની મંજૂરી રદ્દ કરી દેવાતા સંમેલન સંચાલકો ઉશ્કેરાયા હતા. સભા સ્થળે વસ્ત્રાપુર પોલીસ પહોંચી હતી અને સંમેલન બંધ કરવાના પ્રયાસો કરાયા હતા. જો કે આ દરમિયાન પોલીસ અને માલધારી સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કેટલાક માલધારીઓ ધરણા પર પણ બેસી ગયા હતા. મહાસંમેલનમાં મોટી સંખ્યામાં માલધારી મહિલાઓ પણ હાજર રહી હતી.


અમદાવાદ: શોપિંગ ફેસ્ટિવલમાં ડિસ્કાઉન્ટ મામલે હોબાળો, AMCએ કરવી પડી સ્પષ્ટતા


જો કે અચાનક મંજૂરી રદ્દ કરતાં મહિલાઓ દ્વારા ભજન શરૂ કરી વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી મંજૂરી નહીં મળે ત્યાં સુધી ભજન ચાલુ રાખવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જો કે છેલ્લી ઘડી એ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. માલધારી આગેવાન મુકેશ ભરવાડે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.