મહેસાણા : કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષકની ક્રૂર હત્યાના બનાવથી રોષે ભરાયેલા માલધારી સમાજે શુક્રવારે યોજેલી રેલીમાં પોલીસ પર કાંકરીચાળો કરાતાં મામલો ગરમાયો હતો.. પોલીસ પર પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડા તાલુકાના ખેરપુરના ગૌરક્ષક રાજુભાઇ દેસાઇની ગત 25મીએ નંદાસણ હાઇવે પરની એક હોટલમાં કેટલાક શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરાતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે આ મામલે યોગ્ય કામગીરી કરતી ન હોવાની તેમજ આરોપીઓની ધરપકડ કરી ન્યાય અાપવાની માંગને લઇને માલધારી સમાજ દ્વારા શુક્રવારે રાજપુરથી નંદાસણ સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી. 


નંદાસણ પાસે અકાદ કિલોમીટરના અંતરે રેલીમાં કેટલાક શખ્સો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાતાં મામલો ગરમાયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. જોકે બાદમાં સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો.