અમદાવાદ: અમદાવાદમાં આડેધડ ટ્રાફિકની સમસ્યાને કાબુમાં લેવા માટે અમદવાદ પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસથી ટ્રાફિક ડ્રાઈવ સહિતના પગલાં સહિતના લેવા પડ્યા છે. શહેરમાં બેકાબૂ બનેલી ટ્રાફિકની વ્યવસ્થાને નિયંત્રણમાં લેવા તંત્ર દ્વારા વ્યાપક પગલાં લેવાઈ રહ્યાં છે. ત્યારે મોલ-મલ્ટીપ્લેક્સમાં લેવાતા પાર્કિંગ ચાર્જનો વિવાદ ફરીથી હાઇકોર્ટ પહોંચ્યો છે. રાજ્યના તમામ મોલ-મલ્ટીપ્લેક્સ ને એક કલાક ફ્રી પાર્કિંગ અને ત્યારબાદ ટુ વ્હીલર માટે દસ રૂપિયા અને ફોર વ્હીલર માટે ૨૦ રૂપિયા લઇ શકાય તે મતલબના સિંગલ જજના હુકમ સામે અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉના અરજી કર્તાઓની અરજી મંજૂર રાખતી વખતે હાઇકોર્ટના સિંગલ જજે આપેલા જનરલ ડાયરેક્શન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સાંભળવાની તક આપ્યા વગર પોતાની સામે ઈશ્યુ થયેલા નિર્દેશો સામે કોર્ટમાં અમુક મોલ સંચાલકોએ કરી છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરતા જણાવ્યું કે, મોલ અને મલ્ટીપ્લેક્સ જાહેર સ્થળો છે. તેમાં પાર્કિંગની સુવિધા આપવી એ સંચાલકોની જવાબદારી છે. મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગ સ્થળના નિભાવ માટે પાર્કિંગ ચાર્જ વસૂલવો જરૂરી હોવાનો દાવો કરતા સંચાલકો હાઇકોર્ટ ગયા છે. જોકે, પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મોલ અને મલ્ટીપ્લેક્સ સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવી લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા માટે મજબુર કરવા એ કાયદેસર ગુનો છે.


પોલીસે સોગંદનામામાં એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા અને નિર્દેશોનું પાલન કરવું, તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. સાથે જ ખંડપીઠ દ્વારા કરવામાં આવેલી પોલીસ કામગીરીની પ્રશંસાને પણ સોગંદનામામાં આવરી લેવામાં આવી હતી.