અમદાવાદઃ મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકોને હાઇકૉર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જેમાં મોલમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા  મુદ્દે ટિપ્પણી કરાઇ છે. પાર્કિંગ ચાર્જ વસૂલવાની સંચાલકોને કોઇ સત્તા નથી. મહત્વનું છે કે મોલ અને  મલ્ટીપ્લેકસમાં અગાઉ આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલ કરાતો હોવાની વાત સામે આવી હતી. જે મુદ્દે ગુજરાત  હાઇકોર્ટ દ્વારા ટિપ્પણી કરતા જણાવાયું છે કે મોલ અને મલ્ટિપ્લેક્સનાં સંચાલકોને પાર્કિંગ ચાર્જ વસૂલવાની કોઇ  સત્તા નથી. મોલ બંધ કરાવવા અંગે કોર્ટ કોઈ આદેશ કરે તે પહેલા સંચાલકો સમજી જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે આ પહેલા હાઈકોર્ટે મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકોને વચગાળાની રાહત આપી હતી. કોર્ટે હતું કે,  પ્રથમ કલાલ ફ્રી બાદ ચાર્જ વસુલ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ  ટુ-વ્હીલરના 20 રૂપિયા અને ફોર વ્હીલરના 30 રૂપિયા ચાર્જ વસુલ કરી શકાશે. 


હાઈકોર્ટના આ ચુકાદા બાદ મોક-મલ્ટિપ્લેક્સોના સંચાલકોએ કોર્ટમાં અપીલ કરી હતી. તેમણે સિંગલ જજના  હુકમને ડિવિઝન બેંચ સામે પડકાર્યો હતો. તેમણે રજૂઆત કરી કે પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા આપવાના  કોર્ટના આદેશ પહેલા તેમને સાંભળવામાં આવ્યા નથી. આ હુકમ રદ્દ કરવામાં આવે. ત્યારે હાઈકોર્ટે આજે અંતિમ  ચુકાદો આપ્યો છે.