ઝી બ્યુરો/નર્મદા: પરીક્ષામાં ગેરરીતિ કરતાં વિદ્યાર્થીઓની હવે ખેર નથી. જી હા...વીર નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલ પરીક્ષા શરૂ થઈ છે. એપ્રિલથી એટીકેટી-રેગ્યુલર પરીક્ષા શરૂ થશે. જે માટે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીએ ઉત્તરવહીમાં પૈસા મૂકશો તો 2500 રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય કાપલી કે માઇક્રો ઝેરોક્ષ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને રૂ. 500 પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે. એટલું જ નહીં, પૈસા મૂકનાર વિદ્યાર્થી 6 મહિના પરીક્ષા નહીં આપી શકે. અભદ્ર ભાષાના પ્રયોગ બદલ 1000 રૂપિયાનો દંડ કરાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ફરજિયાત રહેશે..


આ પ્રકારની સજાનો સમાવેશ


- 3 મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહીં મળે
- એક વખત ગેરરીતિ પકડાયા બાદ ફરી પકડાશે તો આગળની પરીક્ષામાં બેસવા દેવાશે નહીં અને રૂ. 2 હજાર પેનલ્ટી સાથે પરિણામ રદ કરાશે તથા પૂરક પરીક્ષામાં બેસવા દેવાશે નહીં
- પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક અને સ્ટ્રોંગરૂમના કેમેરા ફરજિયાત ચાલુ રાખવા. જો તેમ ન હશે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાશે
- કોલેજે લોકલ સ્ક્વોડ બનાવી પરીક્ષા વિભાગ ટીમ માંગે તો આપવી.
- અભદ્ર ભાષા લખો તો માનસિક સર્ટિ. ફરજિયાત


મહત્વનું છે કે અવારનવાર વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં રૂપિયા મૂકતાં હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેના પછી યુનિવર્સિટીના સત્તાધીશોએ નિયમો વધુ કડક બનાવ્યા છે.