મૌલિક ધામેચા / અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી બોગસ કોલથી અનેક લોકો પરેશાન છે, અને તેમાં પણ એક નાનકડી ભૂલ તમારુ એકાઉન્ટ સાફ કરી નાખવા માટે ગઠિયાઓ માટે મદદરૂપ પગલું બની જતું હોય છે. આવું જ એક બનાવ અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં રહેતાં સિનિયર સિટિઝન સાથે બન્યો અને સાડા પાંચ લાખ રૂપિયા ભૂલી જવાનું વખત આવ્યો. જો કે આ વાતની જાણ સાયબર ક્રાઈમને થતા ટેક્નિકલ એનાલિસિસ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઈમને બોગસ કોલ સેન્ટર ચલાવતા એક આરોપીની દિલ્હીના શકરપુર ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપી વિકાસ કુમાર સૂર્યવંશી મૂળ યુપીનો રહેવાસી છે. પરંતુ દિલ્હીમાં રહી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી લોકોને છેતરવાનું કામ કરતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદના પૂર્વ ધારાસભ્ય અને ખાણ ખનીજ મંત્રી રોહીત પટેલનું CORONA ને કારણે અવસાન


છેતરપિંડીની કેવી હતી મોડેસ ઓપરેન્ડી ?
ઇન્સ્યોરન્સ કંપની પોલીસી લીધેલ ગ્રાહકોને ફોન કરી તેમને પાકતી મુદત પહેલાં જ રકમ અપાવવાના બહાને છેતરપિંડી વિશ્વાસઘાત કરવાનો તેની મોડેસ ઓપરેન્ડી હતી. એટલું જ નહીં વિકાસ સૂર્યવંશી પોતે વીમા લોકપાલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ભવાની ઓળખ આપી પોલીસી નાણાં બોનસ રૂપે આપવા પ્રોફિટ રૂપિયા આપવાનો પહેલા વિશ્વાસ મેળવતો હતો. બાદમાં તેના માટે અમુક રૂપિયા ભરાવી છેતરપિંડી આચરતો હતો. આરોપી વિકાસ સૂર્યવંશી દિલ્હીમાં બેઠા બેઠા ક્યારેક ઇન્કમટેક્સ જીએસટીની પ્રોસેસિંગ પીસ અથવા તો ડિમેટ એકાઉન્ટ અને પોલીસીની ફંડ વેલ્યુ બાબતેની અલગ-અલગ સ્ક્રિપ્ટથી લોકો સાથે રોડ કરતો હતો.


GUJARAT CORONA UPDATE: નવા 1049 દર્દી, 879 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત


સાયબર ક્રાઇમ કેવી રીતે આરોપી સુધી પહોંચી ?
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ધીરજ પટેલ નામના સિનિયર સિટીઝન થોડા સમય અગાઉ બે વીમા પોલિસી ખાનગી કંપનીની લીધી હતી. જોકે આ પોલીસીને પાકતી મુદત પહેલા રકમ અપાવવાના બહાને ટુકડે ટુકડે સાડા પાંચ લાખ રૂપિયા કરાવ્યા હતા. ત્યારબાદ ફોન ઉપર કે અન્ય કોઈ સંપર્ક નહીં થતાં સિનિયર સિટીઝનને પોતાની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતા ધીરજ પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપી વિકાસ સૂર્યવંશીની દિલ્હીના શકરપુર ખાતેથી અટકાયત કરી હતી. હાલમાં તેની પાસેથી ત્રણ ફોન સીમ કાર્ડ અને ઇન્શ્યોરન્સ પોલિસીના લીડ મેળવવા માટેના કેટલાક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આરોપીએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube