મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના નિરમા યુનિ. પાસે એક માનસિક અસ્થિર યુવતી સાથે નગ્ન હાલતમાં એક શખસને લોકોએ ઝડપી પાડ્યો. સ્થાનિક લોકો રોડ પરથી પસાર થતા હતા ત્યારે આ યુવકને જબરદસ્તી કરતા લોકો જોઈ ગયા હતા. એટલું જ નહીં યુવતી આ યુવકના તાબે ન થતા તેને ગંભીર માર માર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળેલી માહિતી મુજબ નિરમા યુનિ. પાસે આવેલા તિરૂપતિ આકૃતિ ગ્રીન પાસે રાત્રે જીગ્નેશભાઇ નામના સ્થાનિક તેમના મિત્રો સાથે રોડ પરથી પસાર થતા હતા ત્યારે આસપાસની ઝાડીઓમાં કાંઇક અજુગતુ થતું હોવાની તેઓને શંકા ગઇ. જેથી ટોર્ચ લઇને જોયું તો ત્યાં જમીન પર નગ્ન હાલતમાં એક સ્ત્રી પડી હતી અને તે પણ લોહીલુહાણ હાલતમાં. આ સ્ત્રી ઉપર એક પૂરૂષ પણ નગ્ન હાલતમાં હતો. લોકોએ આ શખસને પકડી પોલીસને જાણ કરી અને પોલીસે ત્યાં જઇને તપાસ કરી તો આ સ્ત્રીની હાલત ગંભીર હતી જેને પગલે પોલીસે મહિલાને  સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી. જ્યાં તેની પૂછપરછ કરી પણ તે કાંઇ બોલી શક્તી ન હતી અને માનસિક અસ્થિર જેવી જણાતા પોલીસે ડોક્ટરને જાણ કરીને તેની પર બળાત્કાર થયો છે કે કેમ તેનો રિપોર્ટ આપવા જણાવ્યું.


જુઓ LIVE TV



આરોપીનું નામ રાજકુમાર મંડલ છે. આરોપી એટલો શાતિર છે કે તે પોલીસને આ બાબતે કઈ જણાવતો નથી. પોલીસ પણ તેની હવે કડક હાથે પૂછપરછ કરી રહી છે. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો છે અને અહીં મજૂરી કામ કરે છે. પણ તે આ યુવતીને ઓળખે છે કે કેમ તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. માનસિક બીમાર યુવતીની મજબૂરી કે એકલતા નો લાભ લઈને આરોપીએ આ કૃત્ય આચર્યું છે કે કેમ તે યુવતીના નિવેદન પરથી સામે આવશે. 30 વર્ષીય રાજકુમાર મંડલ સામે પોલીસે હત્યાની કોશિશ અને  દુષ્કૃત્ય કરવાના ઇરાદે ઈજાઓ પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે. પણ હવે ડોકટર બળાત્કાર બાબતે અભિપ્રાય આપશે ત્યારબાદ આ ઘટનામાં નવો વળાંક આવી શકે છે. જેને લઈ પોલીસે પણ આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ શરૂ કરી છે.