સુરત: મોબાઇલ ખોવાઇ જતા માતા-પિતાના ઠપકાની બીકે યુવાને કર્યો આપઘાત
ઊંટ લારી ચલાવીને ગુજરાન ચલાવતા પિતાએ પોતાના પુત્રને નવો મોબાઇલ લઇ આપ્યો હતો. જોકે, પુત્ર દ્વારા મોબાઇલ ખોવાઇ જતાં તેણે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી જીવન ટૂંકાવ્યું હતું.
તેજસ મોદી/સુરત: સામાન્ય રીતે અત્યારના યુવાનો નાની નાની બાબતોમાં આત્મહત્યા જેવા ભયંકર પગલાં લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બન્યો છે. જેમાં ઊંટ લારી ચલાવીને ગુજરાન ચલાવતા પિતાએ પોતાના પુત્રને નવો મોબાઇલ લઇ આપ્યો હતો. જોકે, પુત્ર દ્વારા મોબાઇલ ખોવાઇ જતાં તેણે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી જીવન ટૂંકાવ્યું હતું.
મૃતકનો પરિવાર મજૂરી કરી ચલાવે થે ગુજરાન
મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં રાઠોડ પરિવાર રહે છે. જેમાં પિતા ઊંટ લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને 19 વર્ષનો પ્રમોદ રાઠોડ પુત્ર છે. જે ગણા દિવસોથી પિતા પાસે નવા મોબાઇલની માંગણી કરતો હતો. છેવટે પિતાએ પુત્રને નવો મોબાઇલ લઇ આપ્યો હતો. જોકે, તેનાથી આ મોબાઇલ ખોવાઇ ગયો હતો.
વધુમાં વાંચો...મહિલા અધિવેશનના આયોજનમાં ભાજપના જ નેતાઓ ગોટે ચડ્યા
મોબાઇલ ખોવાતા કર્યો આપઘાત
પિતાએ અપાવેલો મોબાઇલ ખોવાઇ જતાં પ્રમોદ ગણા સમયથી ટેન્શનમાં રહેતો હતો. મોતા-પિતાના ઠપકાની બીકે પ્રમોદે આજે બુધવારે ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ પ્રકારની ઘટનાથી આપઘાત કરનારા યુવકના પરિવાર પર આભ ફાટ્યું છે. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલી સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.