જમીલ પઠાણ, છોટાઉદેપુર: કવાંટ તાલુકામાં પ્રેમી યુવાને પાળિયાના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. જ્યારે પાનવડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ‘ઢબુડી માતા’એ ચાંદખેડામાં રાખ્યું હતું ભાડે મકાન, હંમેશા સાથે રહેતી બે મહિલા


પ્રાપ્ત માહિતી અનુસાર, ગત સાંજે કવાંટ તાલુકાના ચોવરિયા ગામે યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા રોષે ભરાયેલા યુવકે પ્રેમીકાની હત્યા કરી હતી. મૃતક યુવતી કાજલ વણકર કોલેજમાં અભ્યાસ કરતી હતી. મૃતક કાજલ એકલી હતી તે સમયે ઘરે આવી પ્રેમીએ પાળિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી. યુવતીની હત્યા બાદ આરોપી અલ્કેશ તડવી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે પાનવડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...