અલકેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુર (Palanpur) તાલુકાના કાણોદર ગામમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખુદ સગા દિયરે જ ધારીયાના ઘા ઝીંકી ભાભીની હત્યા (Murder) કરી પોલીસ મથકે હાજર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પોલીસે હત્યાનો ભોગ બનેલી મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારા દિયરની અટકાયત કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર (Palanpur) તાલુકાના કાણોદર ગામે મન્નત સોસાયટીની પાછળ આવેલા ઠાકોર મહોલ્લામાં બચુજી ઠાકોર તેમની પત્ની મંગુબેન તેમજ તેમના ત્રણ સંતાનો ભારતી, મહેશ, ભરત અને તેમના નાના ભાઇ દશરથ સાથે રહે છે. જોકે બચુજીની દીકરી ભારતી પાડોશમાં રમવા જતી હોવા મુદ્દે સોમવારે દશરથ અને બચુજીની પત્ની મંગુબેન વચ્ચે તકરાર થઈ હતી. જેનું મનદુઃખ રાખી મંગળવારે બપોરે જમવા આવેલા દશરથે જમવાનું બનાવતી તેની ભાભી મંગુબેનને માથાના ભાગે ધારિયાના ઘા ઝીંકી તેની હત્યા (Murder) નિર્મમ હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.


આ પણ વાંચો:- સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની આ એક 'ભૂલ' આપના ઉદયનું બની કારણ


ભાભીની હત્યા (Murder) કરી હત્યારો દશરથ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. જેને લઇ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ (Palanpur Police) ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસે હત્યાનો ભોગ બનેલી મંગુબેનના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ (Palanpur Civil Hospital) ખાતે ખસેડી ઘટનાસ્થળે રહેલા પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે મૃતક મંગુબેનના પતિ બચુજી ઠાકોરે જણાવ્યું હતું કે, મારા ભાઈએ મારી પત્નીને ધારિયું માર્યું અને મારી પત્ની મરી ગઈ. કારણ મને ખબર નથી.


આ પણ વાંચો:- મોરના ઇંડા ચિતરવા ન પડ્યા: પુત્રએ રાજકારણમાં પિતાને પણ પાછળ છોડ્યા


પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર મામલે પોલીસ મથકે હાજર થયેલા હત્યારા દશરથની અટકાયત કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી તેના કોરોના ટેસ્ટ સહિતની તજવીજ પૂર્ણ કર્યા બાદ તેની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube