પ્રેમ પ્રકરણમાં યુવકની સરેઆમ હત્યા, લાઇવ હત્યા સીસીટીવી ફૂટેજમાં થઇ કેદ
આરોપીની બહેન સાથે મરનાર રાજેશના પ્રેમ સબંધ હોવાથી હત્યા કરવામાં આવી હતી. પણ પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી માં આખી ઘટના કેદ થઈ હતી.
સુરત: સુરતમાં હત્યાનો સીલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યાં થોડા દિવસ પહેલા ડીંડોલીમાં પેટ્રોલ પંપ પર એક યુવકને ચપ્પુના ધા મારી હત્યા કરવામાં આવી ઘટનાની જાણ પોલીસને થતા પોલિસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ડીંડોલી પોલીસે હત્યારાઓને પકડી પાડ્યા હતા અને પોલીસે પિતા પુત્ર બે ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા રાજેશ ખેરનાથ અને જમીન લે વેચના વ્યસાય સાથે સંકળાયેલ હતો જે તારીખ 22ના રાત્રીના સમયે કોઈ બહાર કામથી આવીને ડીંડોલીના ખરવાસા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર રાજેશ બાઈક પર આવ્યો હતો તે દરમ્યાન પાછળથી ચાર પાંચ લોકો આવીને હુમલો કર્યો હતો. ઉપરા-છાપરી ધા મારતા રાજેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હજુ તો પોલીસ આવે તે પહેલાં જ હત્યારાઓ હત્યા કરી ભાગી છૂટ્યા હતા. નવાઈની વાત તો એ છે કે સરેઆમ એક યુવકે ચપ્પુના ધા મારી હત્યા કરવામાં આવી હતી.
રાત્રીના 11 વાગ્યાની આસપાસ આ ઘટના બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તે સમયે બાજુ તાજીયાનો બંદોબસ્ત અને બીજું બાજુ આ હત્યા થતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસનો પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાનું બજાર આવ્યું હતું. આરોપીની બહેન સાથે મરનાર રાજેશના પ્રેમ સબંધ હોવાથી હત્યા કરવામાં આવી હતી. પણ પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી માં આખી ઘટના કેદ થઈ હતી.
ચારથી પાંચ લોકો આવે ઈસમો અને ઠંડા કાળજે હત્યા કરવામાં આવે હતી. એટલે કે ક્યાંક પેટ્રોલ પંપના સંચાલકોની પણ ભૂલ સામે આવી છે. ત્યાં આજે ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતું ત્યારે કરનાર ઇસમોને પોલીસે પકડી પાડી જેલ હવાલે કરી દીધા છે. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.