રજની કોટેચા/ઊના : ઉનાના આમોદ્રા ગામે ગઈકાલે એક યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બે દિવસ પહેલા જેણે રંગેચંગે એક યુવતી સાથે લગ્ન કર્યા હતા, તે આખરે લૂંટેરી દુલ્હન નીકળતા યુવકે ગળે ફાંસો ખાધો હતો. તો બીજી તરફ, જ્યાં સુધી કેસ દાખલ ન થાય ત્યાં સુધી યુવકના પરિવારે પણ તેનો મૃતદેહ સ્વીકાર્યો ન હતો.


ગિરનાર કેટલો સુરક્ષિત? પર્વત ચઢી રહેલી 2 રશિયન યુવતીઓ સાથે લૂંટનો પ્રયાસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉનાના આમોદ્રા ગામે દલિતવાસમાં રહેતો 24 વર્ષીય બાબુભાઈ સીદીભાઈ મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં વિધવા માતે જાહીબેન છે. ત્યારે બાબુએ પોતાના લગ્ન માટે ગરાળ ગામે ગોરપદાનું કામ કરતા ભાણભાઈ અમરાભાઈનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેમણે 2 લાખ રૂપિયા લઈને લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું. ભાણાભાઈ બાબુ માટે મહારાષ્ટ્રથી શોભના નામની મહિલાને પરણવા લઈ આવ્યા હતા. જ્યાં ગામમાં જ તેમના સાદગીથી લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ ઉના ખરીદી કરવાનું છે તેમ કહીને ઘરથી નીકળેલા ભાણાભાઈ અને શોભના એસટી બસ સ્ટેશન પાસેથી છૂ થઈ ગયા હતા. તેમને શોધવા છતા તેઓ મળ્યા ન હતા. આખરે તપાસ કરતા ભાણાભાઈએ બાબુને છેતર્યા હોવાનું સામે આવ્યું હતું અને શોભના તેના 2 લાખ રૂપિયા લઈને ગાયબ થઈ ગઈ હતી. 


[[{"fid":"204382","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Unachakkajam.jpg","field_file_image_title_text[und][0][value]":"Unachakkajam.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Unachakkajam.jpg","field_file_image_title_text[und][0][value]":"Unachakkajam.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Unachakkajam.jpg","title":"Unachakkajam.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આમ, રૂપિયા લઈને લગ્ન કરનાર યુવતી લગ્નના એક જ દિવસમાં ગાયબ થઈ જાય તે ઘટનાથી આઘાત પામેલ બાબુએ આત્મહત્યા કરી હતી. તો બીજી તરફ, બાબુભાઈના પરિવારે દલાલ સામે કાર્યવાહીની માંગ સાથે તેના મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરિવારજનોએ વચેટિયા દલાલ પર કેસ દાખલ કરવાની માંગ કરી હતી અને જ્યાં સુધી માંગ ના સ્વીકારાય ત્યાં સુધી સરકારી હોસ્પિટલમાંથી લાશ સ્વીકારવાની ના પાડી હતી. તો બીજી તરફ, યુવકને ન્યાય અપાવવા માટે ગામના લોકોએ પણ ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો.આખરે ફરિયાદ નોંધાતા પરિવારજનોએ બાબુની લાશ સ્વીકારી હતી.