મૌલિક ધામેચા/અમદાવાદ : તમે અનેકવાર એવા સમાચારો સાંભળ્યા હશે કે, ઓનલાઈન મોબાઈલ મંગાવતા અનેક લોકોને મોબાઈલને બદલે પત્થર આવ્યા છે. આવા લોકો કંપની પર ક્લેઈમ કરીને છેતરામણીની વાતો કરતા હતા. પણ અમદાવાદમાં આવી મોબાઈલ ચોરીનો ભાંડો ફૂટ્યો છે. ઓનલાઈન કંપનીઓના બોક્સમાંથી મોબાઈલ ચોરી કરનાર કુરિયર કંપનીનો કર્મચારી જ પકડાયો છે. આ કર્મચારીએ એક-બે નહિ, પણ 14 જેટલા મોબાઈલ ચોર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, 22 વર્ષનો કાર્તિક પુરોહિત નામનો યુવક સારંગપુર રેડેક્સ એન્ટરપ્રાઈઝમાં કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો. આ યુવકે 5 મહિનામાં 14 જેટલા મોબાઈલ ચોર્યા હતા, જેની કિંમત અંદાજે 1.68 લાખ થતી હતી. આ યુવક ચોરી કરેલા મોબાઈલ બોક્સમાં પથ્થર મૂકીને ગ્રાહકોને પધરાવતો હતો. ત્યારે મોબાઈલ ફોનના લોકેશન પરથી આરોપી સામે કાર્યવાહી કરાઈ છે. આ અંગે કાર્તિક પુરોહિત વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ તેની વિરુદ્ધ મોબાઈલ ચોરીની અરજી થતા સમાધાન કરતા 46 હજાર ચૂકવ્યા હતા. પરંતુ કંપનીએ ફોન ટ્રેસમાં મૂકાતા 3 મોબાઈલ આરોપી પાસે હોવાનું સામે આવ્યું હતું.