ઉદય રંજન, અમદાવાદ: ક્યારેક ક્યારેક લોકોની એવી પ્રેમ કહાની સામે આવતી હોય છે જે કહાની ફિલ્મોની પ્રેમ કહાનીને પણ આંટી મારે એવી હોય છે. અમદાવાદના વેજલપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. એક યુવતી કોરોના પોઝિટિવ આવતા જ તેનો પરિવાર હોમ ક્વોરોન્ટાઇન થયો હતો. આ દરમિયાનમાં એક યુવક કે જે યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો તે ઘરે પહોંચી ગયો. યુવતીના પરિવારે ત્યારે ત્યાં ન આવવાનું કહેતા જ યુવક આવેશમાં આવી ગયો અને ધમકી આપી હતી કે લગ્ન નહિ કરાવો તો તે હાથની નસ કાપીને આપઘાત કરી લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રક્ષક જ બન્યો ભક્ષક: લગ્નની લાલચ આપી કોન્સ્ટેબલે દોઢ વર્ષ સુધી યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ


વેજલપુરમાં આવેલા શ્રીનંદ નગર વિભાગ 3માં રહેતી 21 વર્ષીય યુવતીને બે અઠવાડિયા પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી પરિવારના તમામ સભ્યો હોમ ક્વોરોન્ટાઇન થયા હતા. મંગળવારના રોજ બપોરે નયન નામનો એક યુવક આ યુવતીના ઘરે પહોંચી ગયો હતો. યુવતીને મળવા માટે જોરજોરથી બુમો પાડતો હતો. ત્યારે યુવતીના સભ્યોએ કહ્યું કે હાલ તેઓ ક્વોરોન્ટાઇન છે એટલે અહીંથી જતો રહે. પણ નયને જીદ પકડી અને કહ્યું કે "તેને યુવતી સાથે લગ્ન કરવા છે જેથી તેને વાત કરવા મળવા દે." જોકે તમામ સભ્યો ક્વોરોન્ટાઇન હોવાથી મનાઈ કરી હતી.


આ પણ વાંચો:- રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે: કોરોનાના સંકટમાં ડોક્ટરોએ ફરી એકવાર ભજવી ભગવાનની ભૂમિકા


આવેશમાં આવેલા નયને કહ્યું કે જો તેઓ મળવા નહિ દે તો તેના હાથની નસ કાપીને તે અહીં આપઘાત કરી લેશે. આ વાતથી યુવતીનો પરિવાર ગભરાઈ ગયો અને આખરે પોલીસને જાણ કરી હતી. વેજલપુર પોલીસે નયન સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો આરોપી ફરાર છે. પણ તેણે આપઘાત કરવાની ધમકી આપતા હવે પોલીસ પણ તેને પકડવામાં માટે વિચારી રહી છે. જો આરોપીને પકડે અને પોલીસસ્ટેશનમાં આવું કોઈ પગલું ભરે તો?. પણ ટુક સમય બાદ આરોપી ને તો પોલિસે પકડવો જ પડશે તે વાત નક્કી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube