સુપરહોટ મોડલ જેવા લાગતા આ મેનેજરે 1 કરોડના હીરાની કરી ચોરી, સુરતની ઘટના
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ પેઢીમાં કામ કરતો મેનેજર રૂપિયા 1 કરોડની કિંમતના હીરા લઈ ભાગી છૂટ્યો હતો. જેની જાણ થતાં જ ઉપરી અધિકારીનો કાફલો દોડતો થયો હતો. સીસીટીવીમાં આ મેનેજરની ચોરી સ્પષ્ટ દેખાઈ આવી છે.
ચેતન પટેલ/સુરત :સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ પેઢીમાં કામ કરતો મેનેજર રૂપિયા 1 કરોડની કિંમતના હીરા લઈ ભાગી છૂટ્યો હતો. જેની જાણ થતાં જ ઉપરી અધિકારીનો કાફલો દોડતો થયો હતો. સીસીટીવીમાં આ મેનેજરની ચોરી સ્પષ્ટ દેખાઈ આવી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી આનંદ નગર સોસાયટીમાં રહેતા મહેશ લાઠીયા ઉમિયામતાના મંદિર પાસે જે.મહેશ નામથી ભાગીદારી પેઢી શરૂ કરી હતી. તેમણા ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ચીમના રામ જાટ નામનો યુવક મેનેજર તરીકે નોકરી કરતો હતો. કારખાનાનો આખો વહીવટ ચીમનારામના હાથમાં હતો. કાચા હીરાથી લઈ તેને તૈયાર કરવાના હિસાબ સુધીની તમામ કામગીરી ચીમનારામના હાથમાં હતી. જોકે કરોડો રૂપિયાના હીરા જોઈ ચીમનારામની દાનત બગડી હતી અને તેણે પોતાના જ માલિકને ચૂનો ચોપડવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
માર્કેટમાં કેરીઓના ભાવ આસમાને છે, તો કેરીનો રસ કેમ સસ્તામાં વેચાય છે?
કારખાનું બંધ થતાં જ તમામ કારીગર ઘરે જવા નીકળ્યા હતા. જે દરમિયાન તકનો લાભ લઈ જે હીરા તિજોરીમાં જમા કરાવવાના હતા, તે 1 કરોડના હીરાનું પડીકું ખિસ્સામાં મૂકીને તે ત્યાંથી નીકળી ગયો હતો. બીજે દિવસે જ્યારે કારખાનામાં ચીમનારામની હાજરી નહિ દેખાઈ, તો તરત માલિક મહેશભાઈએ તેનો સંપર્ક કર્યો હતો. જોકે તેનો ફોન બંધ આવતા તેમને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક તિજોરી ચેક કરી હતી, જેમાંથી એક કરોડના હીરા ગાયબ હતા. હીરાની ચોરી થઈ હોવાની વાત જાણતા જ મહેશ ભાઈના પગ તળેથી જમીન ખસકી પડી હતી. તેમણે તાત્કાલિક આ અંગે વરાછા પોલીસને જાણ કરી હતી. બીજી તરફ કરોડો રૂપિયાના હીરાની ચોરી થયા અંગેની જાણ થતાં જ વરાછા પોલીસ અને ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
Video : કેનાલને બનાવ્યું સ્વીમિંગ પુલ, જોખમી સ્ટંટ કરીને યુવકોએ ડૂબકી લગાવી
તપાસ દરમિયાન પોલીસના હાથે સીસીટીવી હાથે લાગ્યા હતા, જેમાં ચીમનારામ હીરાના પડીકાની ચોરી કરતો નજરે પડ્યો હતો. હાલ પોલીસની એક ટીમ રાજસ્થાન જવા રવાના થઈ ગઈ છે. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ આરોપી સુધી ક્યારે પહોંચે છે.