માણાવદર પેટા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના `જવાહર`ની વિજય કૂચ
લોકસભા ચૂંટણી 2019 ની સાથે યોજાયેલી માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને સીધાા મંત્રી બનેલાા જવાહર ચાવડા બપોર સુધી થયેલી મત ગણતરીમાં આગળ ચાલી રહી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતા ગણાતા માણાવદર મત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા જવાહર ચાવડા બપોરે બે વાગ્યા સુધી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019 ની સાથે યોજાયેલી માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને સીધાા મંત્રી બનેલાા જવાહર ચાવડા બપોર સુધી થયેલી મત ગણતરીમાં આગળ ચાલી રહી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતા ગણાતા માણાવદર મત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા જવાહર ચાવડા બપોરે બે વાગ્યા સુધી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે.
માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને ભાાજપમાં જોડાયા હતા. ભાજપ સૌરાષ્ટ્રમાં નબળુ હોવાથી કોંગ્રેસના કદાવર નેતા જવાહરભાઇ ચાવડાને ભાાજપ સાથે જોડીને કેબીનેટમાં સીધું મંત્રી પદ આપ્યું હતું. જવાહર ચાવડાએ કોંગ્રેસના ઘારાસભ્યપદ પરથી રાજીનામું આપી દેતા લોકસભાની ચૂંટણી સાથે આ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. આ બેઠક પર બપોરના બે વાગ્ય સુધીના ટ્રેન્ડમાં જવાહર ચાવડા આગળ ચાલી રહ્યા છે.
ઊંઝા પેટા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની 'આશા' ભાજપને ફળી !!
બે વાગ્યા સુધી મત ગણતરીના આંકડા
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes |
---|---|---|---|---|---|---|
1 | ARVINDBHAI JINABHAI LADANI | INC | 31188 | 0 | 31188 | 44.53 |
2 | KANERIYA RESHMA PATEL | NCP | 749 | 0 | 749 | 1.07 |
3 | CHAVDA JAWAHARBHAI PETHALJIBHAI | BJP | 36900 | 0 | 36900 | 52.68 |
4 | KANERIYA SANJAY MOHANBHAI | IND | 168 | 0 | 168 | 0.24 |
5 | BUSA RAMJIBHAI BHAGVANBHAI | IND | 66 | 0 | 66 | 0.09 |
6 | VADALIYA HITENDRA GANGDASBHAI | IND | 105 | 0 | 105 | 0.15 |
7 | SIDAPARA MUKTABEN BHANUBHAI | IND | 125 | 0 | 125 | 0.18 |
8 | SUMRA AARABBHAI HASAMBHAI | IND | 135 | 0 | 135 | 0.19 |
9 | NOTA | NOTA | 609 | 0 | 609 | 0.87 |
Total | 70045 | 0 | 70045 |
પાટીદાર અનામત આંદોલનથી જાણીતી બનેલી મહિલા નેતા રેશમા પટેલ પણ આ બેઠક પરથી એનસીપીમાંથી ચૂંટણી લડી રહી છે. રેશમા પટેલને આ બેઠક પરથી બપોરે બે વાગ્યા સુધીમાં કુલ મતના માત્ર 1.08 ટકા મત મળ્યા હતા.