રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના 17મા રાજવી તરીકે માંધાતાસિંહનું આજે રાજતિલક કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી રાજવી પરિવારના ઘરે નવા રાજવીના રાજતિલકને લઇને ધમધમાટ જોવા મળી રહ્યો હતો. આજે સવારથી જ રાજતિલકને લઇને મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેમાં માતૃકા પૂજન તેમજ અગ્નિ સ્થાપન કરવામાં આવશે. માંધાતાસિંહના રાજતિલકને લઇને અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા


ભગવાન કૃષ્ણની આજ્ઞાથી પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો
રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની આજે તિલક વિધી થશે. આજથી 3 દિવસ શ્રીધર યજ્ઞશાળામાં ખાસ રાજસૂય યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ચારેય વેદના મંત્રોની આહુતિ આપવામાં આવશે. ૩૦૦ જેટલા બ્રાહ્મણો દ્વારા આહુતી આપવામાં આવશે. ભગવાન કૃષ્ણની આજ્ઞાથી પાંડવો દ્વારા આવો રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો હતો. રાજસૂય યજ્ઞથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય જીવનમાં ધર્મ પ્રત્યેની લાગણી ઉત્પન્ન થાય છે. રાજગાદી સાંભળતા પહેલા રાજાએ પોતાના રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે અને આ પરંપરાને જાળવી રાખી રાજકોટના 17માં ઠાકોર સાહેબ બપોરના સમયે નગરયાત્રાએ નીકળશે.


હીરા ઉદ્યોગને મંદીમાંથી તારવા એસોસિયેશને Budget 2020 માટે મોકલી પોતાની માંગ


શું છે રાજસુય યજ્ઞનું મહત્વ..
રાજ્યાભિષેક, રાજતિલક વિધાન. હિન્દુ સંસ્કૃતિનાં શ્રેષ્ઠ ધર્મગ્રંથો જેમાં ભગવત ગીતા, રામાયણ અને નિર્ણયસિંધુ અને ધર્મસિંધુની અંદર સુંદર મજાનું મહાત્મય આલેખવામાં આવ્યું છે. રાજસુય યજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી પાંડવો દ્વારા કરવામાં આવ્યો હતો. પાંડવોએ જ્યારે રાજસુય યજ્ઞ કર્યો હતો ત્યારે વિશ્વકર્મા ભગવાને શ્રીધર યજ્ઞશાળા તૈયાર કરી હતી. જેનાં કુંડને કમળનાં ફુલ જેવો આકાર આપવામાં આવ્યો હોય છે. કારણ કે, આ કુંડમાં લક્ષ્મીનો વાસ હોય છે. આ યજ્ઞ કરવાથી પ્રજાની અંદર સુખ, શાંતિ, ઐશ્વર્ય તેમજ પ્રજામાં જીવ માત્રની અંદર ધર્મ પ્રત્યે પ્રેમ અને લાગણી ઉતપન્ન થાય છે. રાજા ઉન્નતિ તરફ પ્રયાણ કરે છે. રાજગાદી સંભાળતા પહેલા રાજાએ પોતાનાં રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે. આ પરંપરાને રાજકોટનાં રાજવી પરીવાર પણ જાળવી રાખશે. એટલું જ નહિં રાજ્યાભિષેક વિધિમાં 100 જેટલા મુળિયા અને ઔષધીનો ઉપયોગ અને 31 તીર્થજળનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ રાજતિલક વિધી કરીને ગાદી ગ્રહણ કરશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક