Mandvi Gujarat Chutani Result 2022: માંડવી વિધાનસભા બેઠક એસટી માટે અનામત બેઠક છે. ગત વિધાનસભા ચૂંટણીમાં માંડવી સુરતની 16માથી એકમાત્ર બેઠક જ્યાં કોંગ્રેસ જીતી હતી. શરૂઆતથી જ કોંગ્રેસનો દબદબો ધરાવતી આ બેઠક પર ચૌધરી ગામિત અને વસાવા મતદારોનું પ્રભુત્વ છે. માંડવી બેઠકમાં કુલ મતદાર 245251 છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા 120660 અને સ્ત્રી મતદારોની સંખ્યા 124589 છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: 


માંડવી વિધાનસભા 17 માં રાઉન્ડ પર 20945 મતની લીડ સાથે ભાજપ ના ઉમેદવાર કુંવરજી હળપતિ આગળ.


  • સુરત: માંડવી વિધાનસભા સર્જાયો અપસેટ

  • ભાજપે કોંગ્રેસ પાસેથી વિધાનસભા આચકી

  • ભાજપના ઉમેદવાર કુંવરજી હળપતિ 17786 મતે વિજેતા થયા.

  • માંડવી વિધાનસભા 17 માં રાઉન્ડ પર 20945 મતની લીડ સાથે ભાજપ ના ઉમેદવાર કુંવરજી હળપતિ આગળ.

  • સુરત: માંડવી વિધાનસભા કોંગ્રેસ પાસેથી ભાજપ આંચકી શકે છે

  • માંડવી વિધાનસભા ભાજપ ના ફાળે જાય તેવી શકયતા

  • ભાજપ ના ઉમેદવાર 12 માં રાઉન્ડ પર કુંવરજી હળપતિ 12613 મત ની લીડ થી આગળ

  • માંડવી વિધાનસભા પર હાલ  કોંગ્રેસ પાસે છે.


2022ની ચૂંટણી
2022ના ચૂંટણી મેદાનમાં ભાજપ તરફથી શિક્ષિત ઉમેદવાર કુંવરજી હલપતી મેદાને છે જ્યારે કોંગ્રેસે ગત વિધાનસભા ચૂંટણીમાં વિજેતા લડાયક મિજજા ધરાવતા આનંદ ચૌધરીને ટીકીટ આપી છે જ્યારે આપમાથી સાન્યાબેન ગામીત ઉમેદવાર છે.  


2017ની ચૂંટણી
વર્ષ 2017માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચૌધરી આનંદભાઈ મોહનભાઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રવિણભાઈ મેરજીભાઈ ચૌધરીને 50776 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. તે સમયે કુંવરજી હલપતી અપક્ષમાથી ચૂંટણી લડ્યા હતા.


2012ની ચૂંટણી
જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પ્રભુભાઈ વસાવા ભાજપના હેમલતા વસાવાને આશરે 24000 મતોથી હરાવીને ધારાસભ્ય બન્યા હતા. બીજી તરફ બારડોલી લોકસભા બેઠક ઉપરથી 2014 અને 2019માં ભાજપ તરફથી ઉમેદવાર સાંસદ બન્યા છે . 2014ના પેટા ચૂંટણીમાં કોંગ્રેસના આનંદભાઇ ચૌધરીએ ભાજપના હેમલતાબેન વસાવાને હરાવી ધારાસભ્ય બન્યા હતા.