રાજેન્દ્ર ઠાકર/ભુજ: માંડવીના ત્રગડી - ગુંદીયાળી ત્રગડી વચ્ચે રવિવારે યોજાયેલા ઘોડા દોડમાં એક વિચિત્ર કરુણાંતિકા સર્જાઈ છે. સુલતાંનસા પીરના મેળામાં ઘોડા દોડની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુવાનના અણધાર્યા મૃત્યુથી પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ છે. આ ઘટનાનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘોડા દોડની સ્પર્ધામાં ઘોડો વિજપોલમાં અથડાતા યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે માંડવીના ગુંદીયાળી-ત્રગડી વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં ઘોડા દોડની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા આસપાસના અનેક ઘોડેસવારો આવ્યા હતા. બપોર બાદ યોજાયેલી આ ઘોડા દોડમાં ઘોડો પુરપાટ ઝડપે દોડી રહ્યો હતો, ત્યારે ધૂળની ડમરીઓના કારણે પાછળ આવતા એક ઘોડે સવારને આગળ કંઈ દેખાતું નહોતું. ત્યારે આગળ નીકળવાની ઉતાવળે અચાનક વીજ થાંભલા સાથે અથડાયો હતો અને તેના પર સવાર યુવાન રાજદિપસિંહ જાડેજા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube