કેતન બગડા, અમરેલીઃ અમરેલી જિલ્લામાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે.અમરેલી જિલ્લાની કેસર કેરી ગુજરાતભરમાં વખણાય છે.હાલ કેરીને અનુરૂપ વાતાવરણ ના હોવાને કારણે કેરીના બગીચાઓમાંથી અમુક કેરીઓ ખરવા લાગી છે.કેરીઓ ખરતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુકાયા છે મુંઝવણમાં.ત્યારે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષ કરતા ઓછો થાય તેવું કેરીના બગીચાના માલિકો કહી રહ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીની કેસર કેરી સમગ્ર ગુજરાતનો પ્રખ્યાત છે જિલ્લામાં ધારી તાલુકો કેસર કેરીનો હબ વિસ્તાર છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં દિતલા,મોરજર, જર,ચલાલા,સાવરકુંડલા, શેલણા વગેરે વિસ્તારમાં કેસર કેરીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન ખેડૂતો કરતા હોય છે. પરંતુ આ વર્ષે તમામ કેસર કેરીના બગીચામાં કેરીઓ અમુક કેરીઓ ખરવા લાગી છે.કેરીઓ ખરી જતા કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.તો શરૂઆતમાં ખુબજ પુષ્કળ પ્રમાણમાં આંબા ઉપર ફલાવરિંગ સારું આવ્યું હતું અને કેરી પક્વતા ખેડૂતો ને આશા હતી કે આ વર્ષે કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે પરંતુ હવામાન અનુકૂળ ના આવતા કેરીનો ફાલ ઓછો થઈ ગયો છે.ત્યારે કેસર કેરીના બગીચાના માલિક અને દિતલા ગામના હરેશભાઇ કહી રહ્યાં છે કે આ વર્ષે અમુક કેરીઓ ખરવા લાગી છે અને વાતાવરણ પણ અનુકૂળ ના આવતા કેરીનો પાક આ વર્ષે ઓછો થશે.


ગત વર્ષે કેસર કેરીનું ઉત્પાદન અમરેલી જિલ્લામાં ખૂબ જ થયું હતું આ વર્ષે પણ ખેડૂતોને આશા હતી કે આ વર્ષે કેસર કેરીનો પાક સારો આવશે પરંતુ ક્યાંકને ક્યાંક કેરી ને અનુકૂળ ના હોય તેવું વાતાવરણ હોવાથી આ વર્ષે કેરીનો ઓછો પાક આવશે.તો આંબા ઉપરથી અમુક કેરીઓ ખરવા લાગી છે.ત્યારે કેરીના બગીચાનો ઈજારો રાખનાર પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.ત્યારે આ વર્ષે કેરીમાં નુકશાની જાય તેવું ઇજારદાર લાલજીભાઈને લાગી રહ્યું.


શરૂઆતમાં કેસર કેરીના આંબા ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં સારું ફલાવરિંગ થયું હતું. તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી આ વર્ષે કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં થશે તેવું ખેડૂતોને લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ હવામાન બદલાઈ જતાં અને કેરીના પાકને હવામાન અનુકુળ ન આવતા આ વર્ષે કેરીનો પાક 50 ટકા ઓછો થઈ જશે તેવુ ખેડૂતો અને કેરીના પાકનો ઈજારો રાખનાર કહી રહ્યાં છે.