દેશની કદાચ પ્રથમ ઘટના! ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો છે ભાવ અધધ...
આંબામાં કેરીની આવક થતા આજે ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયુ હતુ.માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રુટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે 10 કીલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. આ કેસર કેરીનો હરાજી દરમિયાન અધધધ 8500 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું.
અજય શીલુ/પોરબંદર: ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરીને આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી છે તે વાત તો અચરજ પમાડનાર છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન કેરીનુ ડ્રાયફ્રુટના ભાવથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે. ચાલો જોઈએ કેટલા ભાવે થયું કેરીનું વેચાણ?
વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ
નાના મોટા સૌ કોઈ ઉનાળામાં જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારામં આવતી હોય છે. આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે. પોરબંદરના હનુમાનગઢ ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે.
કેટલા ભાવે થયું કેરીનું વેચાણ?
આંબામાં કેરીની આવક થતા આજે ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયુ હતુ.માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રુટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે 10 કીલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. આ કેસર કેરીનો હરાજી દરમિયાન અધધધ 8500 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું એટલે કે એક કીલો કેરીના 851 રૂપિયા ઐતિહાસિક ભાવે વેચાણ થયું હતું. આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના એ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનુ હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું અને ભાવ પણ ઐતિહાસિક હોવાનું તેઓએ હતું.
કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા
પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ,બિલેશ્વર,ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલ ગામોની જમીનેને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહી મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે.પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવંતા અને ફળ મોટુ હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે.આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિના પછીથી કેરીની આવક બજારમાં થતી હોય છે પરંતુ આ વખતે ભર શિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે.
રાજ્ય સહિત દેશની કદાચ પ્રથમ ઘટના
આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે.હનુમાનગઢ ગામેથી કેરી લઈને યાર્ડ ખાતે આવેલ ખેડૂત નિલેશ મોરીએ આટલા ઉંચા ભાવ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યુ હતુ કે. શિયાળામાં આંબામાં આટલી વહેલી કેરી આવી હોય તેવી આ રાજ્ય સહિત દેશની કદાચ પ્રથમ ઘટના છે અને આટલા ઉંચા ભાવ બોલાયો હોય તે પણ ઐતિહાસિક છે. અમોએ દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો હતો અને વરસાદ પણ સારો હોવાથી આંબામા વહેલી ફુટ થઈ છે.આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી.
ખેડૂતની મહેનત કહો કે કુદરતની કરામત!
કાજુ-બદામ પિસ્તા સહિતના ડ્રાય ફ્રુટના જે ભાવ હોય તે ભાવને પણ વટી જાઇ તેટલો ભાવ હરાજીમાં કેસર કેરીનો બોલાયો હતો . પોરબંદરમાં જે રીતે 8500 રૂપિયાની 10 કીલો કેરીનું વેચાણ થયું તે સૌ કોઈ માટે આશ્ચર્ય પમાડનાર છે. ખેડૂતની મહેનત કહો કે કુદરતની કરામત પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી કેસર કરી આવવવાની પ્રથમ ઘટના પોરબંદરમાં બની છે અને આટલો ઉંચો ભાવ મળ્યાની ઘટના પણ પોરબંદરના નામે થઇ છે તેમ કહીએ તો ખોટું નથી.