પ્રશાંત ઢીવરે/સુરત: સુરત એપીએમસીમાં મેંગો પલ્પની કામગીરી શરૂ કરાઈ છે. પ્રથમ દિને 25 ટન કેરીનું પિલાણ થયું હતું. એપીએમસી પ્રમુખ સંદિપ દેસાઈ સહિત સંસ્થાના તમામ ડિરેક્ટરો દ્વારા કામગીરીનો પ્રારંભ કરાવાયો છે. સુરત એપીએમસીમાં આખું વર્ષ સંગ્રહ કરી શકાય એ માટે કેરીનો પલ્પ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ મેંગો પલ્પની આખા ગુજરાત તેમજ દેશભર અને કેનેડા, રશિયા જેવા દેશમાં પણ માંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ગુજરાતીઓ ફરી રેઈન કોટ કાઢી તૈયાર રાખજો', અંબાલાલ પટેલની ફરી કમોસમી વરસાદની આગાહી


ખેડૂતો પાસેથી કેરી ખરીદીને તેને પકાવીને તેનો પલ્પ કાઢવામાં આવે છે. આ પલ્પને લાંબો સમય તાજો રહે તે રીતે પેક કરવામાં આવે છે. આ વર્ષે આ કામગીરી 15 દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે. આ સિઝનમાં રોજની 20 થી 25 ટન કેરીનો પલ્પ બને તેવું આયોજન છે. સુરતની અગ્રગણ્ય સંસ્થા એપીએમસીમાં મેંગો પલ્પની કામગીરીનું શુભારંભ કરાયું છે. 


સફળતાનો મંત્ર: જાણો રેન્ક 1 CSE 2022ની ઇશિતા કિશોર કેવી અપનાવી હતી સ્ટ્રેટેજી


પ્રથમ દિવસે આશરે 25 ટન જેટલી કેરીનું પીલાણ કરવામાં આવ્યું છે. જે રાબેતા મુજબ ચાલુ છે. સંસ્થાના ડિરેક્ટરે પ્રમુખની અધ્યક્ષતામાં શ્રીફળ વધેરી કામ શરૂ કરાવ્યું હતું.સુરત એપીએમસી ખાતે મેંગો પલ્પની કામગીરીનું શુભારંભ કરી દેવામાં આવ્યું છે. 


Gujarat Congress:કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ? પાર્ટીના આ મોટા નેતાઓ રેસમાં


સમગ્ર કામગીરી વિશે માહિતી આપતાં એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈ એ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ એપીએમસીના પ્લાન્ટમાં મેંગો પપ્લની કામગીરી શરૂ કરવામાં આવી છે. મેંગો પલ્પની કામગીરી સિઝનેબલ હોવાથી ગતવર્ષની સરખામણીએ આ વર્ષે આશરે 15 દિવસ પહેલાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એપીએમસીના પ્રમુખ- ચોર્યાસી ધારાસભ્ય સંદિપ દેસાઈની અધ્યક્ષતામાં કેરીના પીલાણની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


ટ્રેનિંગ બાદ ગુજરાત આવ્યા બાંગ્લાદેશી, ગુજરાતમાં અલકાયદાના મોડ્યૂઅલનો પર્દાફાશ


નોંધનીય છે કે સુરત એપીએમસી ખાતે તૈયાર કરવામાં આવતું મેંગો પલ્પ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે અને સ્થાનિક બજારો સહિત વિદેશોમાં પણ મોટી માંગ રહેતી આવી છે. પ્રથમ દિવસે આશરે ૨૫ ટન જેટલી કેરીનું પીલાણ કરાયું હતું અને સિઝન દરમિયાન દરરોજ ૨૦ થી ૨૫ ટન કેરીનું પીલાણ કરાતું રહેશે તેવું નક્કર આયોજન પ્રમુખ દેસાઈ અને તેમની ટીમ દ્વારા કરાયું છે.