અમદાવાદ : ગુજરાતના કેરીના શોખીનોના દિલ ખુશ થઈ જાય એવા સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢની કેસર કેરી અમદાવાદ અને ગાંધીનગરના ગ્રાહકોને ઘેર બેઠા પહોંચાડવાની મંજૂરી કેસર કેરીના ખેડૂતોને આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે કોરોના વાઈરસના કારણે આ વર્ષે અમદાવાદ અને ગાંધીનગરમાં કેસર મહોત્સવનું આયોજન શક્ય નથી પણ ખેડૂતોને ૩જી મેથી અમદાવાદ અને ગાંધીનગરમાં પોતાના ગ્રાહકો સુધી કેસર કેરીની હોમ ડિલિવરી માટે રાજય સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ છે. અંદાજે 600 ખેડૂતોનું ગ્રુપ ધરાવતી ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની વોટ્સએપ અને ફેસબુક દ્વારા કેરીના ઓર્ડર લેશે. જોકે ડિલિવરી અઠવાડિયામાં માત્ર બે વખત જ કરવામાં આવશે. 


રિપોર્ટ પ્રમાણે રાજ્યના બાગાયતી વિભાગે નક્કી કર્યુ છે કે, ખેડૂતોને કેરીનો સ્ટોક સ્ટોર કરી રાખવા માટે અમદાવાદની બહાર આવેલા સનાથળમાં ખેતરમાં જગ્યા આપવામાં આવે. આ સિવાય ખેડૂતોએ ગીર–સોમનાથના કલેક્ટર પાસે પણ ટ્રકમાં કેરીના બોક્સ લોડ કરવાની મંજૂરી માગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube