Mangrol Gujarat Chutani Result 2022 હાઈ પ્રોફાઈલ જંગ, માંગરોળમાં જનતા કોની વાત માનશે.. ભાજપનો ભગવો કે પછી કોંગ્રેસને સાથ?
Mangrol Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Mangrol Gujarat Chunav Result 2022: માંગરોળ તાલુકો સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો અને મુખ્ય મથક છે. ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતી માંગરોળ એસટી બેઠક પર ભાજપના રમણભાઇ ચૌધરીએ કોંગ્રેસના મગનભાઇ વસાવાને હરાવીને ભાજપનું ખાતુ ખોલ્યુ હતુ ત્યારથી અહીં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. માંગરોળ બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજીત 2,21,928 છે. જેમાં 1,12,915 પુરૂષ મતદારો અને 1,09,003 મહિલા મતદારો છે. જ્યારે અંદાજે 10 અન્ય મતદારો છે.
2022ની ચૂંટણી
2022 વિધાનસભા જંગમાં ભાજપે સતત 4 ટર્મથી ધારાસભ્ય ગણપત વસાવાને રીપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસમાથી અનીલ ચૌધરી ઉમેદવાર અને આપમાથી સ્નેહલ વસાવા ચૂંટણી મેદાને છે.
2017ની ચૂંટણી
2017ની ચૂંટણીમાં ભાજપમાથી ગણપત વસાવાએ કોંગ્રેસના નાનસિંગ વસાવાને હરાવીને 40,799 મતોની સરસાઇથી જીત મેળવી હતી. આ બેઠક પર બીટીપી તરફથી ઉત્તમ વસાવા અને એનસીપી તરફથી જગતસિંહ વસાવા ચૂંટણી લડ્યા હતા.
2012ની ચૂંટણી
2012ની ચૂંટણીમાં ભાજપના ગણપત વસાવા 31,106 મતોની જંગી સરસાઇથી જીત્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર તેજસભાઇ ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો. .