ઝી બ્યુરો/સુરત: હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1 એપ્રિલ શેરડીના ટન દીઠ ભાવ નક્કી કર્યા છે. જે ભાવ ખેડૂતોને પોષય એમ નથી. જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે. એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો પોષણક્ષમ ભાવ આપતી નથી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાની પડખે છે આ રાજવી પરિવાર! કહ્યું; રજવાડાનાં સમયમાં અક્કડ વલણ અપનાવ્યું હોત તો


હાલમાં દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે જે ભાવ પોષણક્ષમ નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂત આગેવાનોએ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં વિવિધ સુગરો દ્વારા જે ભાવ આપવામાં આવ્યા છે. જેના પર નજર કરવામાં આવે તૉ દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા હાલમાં બારડોલી 3524, મઢી 3225, ગણદેવી 3605, ચલથાણ 3206, સાયણ 3356, કામરેજ 3351, મહુવા 3233 અને પંડવાઈ 3101 રૂ. ટન દીઠ ભાવ પાડ્યો હતો. 


પરશોત્તમ રૂપાલાને આ ભૂલ ભારે પડી! કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ, જાણો કોણે કરી?


મહત્વનું છે કે ખેડૂતોએ રોષ ભેર જણાવી રહ્યાં છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે MSP જાહેર કરવામાં આવી છે તેના કરતાં પણ ઓછા ભાવ ચૂકવી રહ્યા છે. તેમજ શેડળી કોલા એટલે ગોળ બનાવતા કોલાના સંચાલકો દ્વારા પણ 3500થી લઈને 4000 હજાર સુધીનો ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી રહ્યા છે. ત્યારે આટલા મોટા ભાવ તફાવતના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે.


'આ લોકો મારા પોસ્ટરો લગાડે છે અને AAP વાળા ફાડે છે, આ ફાડવાવાળાના ફાટી જવાના છે કપડા


જોકે માંગરોળ તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એક તરફ મોંઘવારી અને બીજી તરફ ખર્ચ અને જયારે ભાવની વાત આવે ત્યારે સામાન્ય ભાવ આવે હાલમાં 50 થી 200 રૂ ભાવ વધારો સુગર મિલો એ આપ્યો છે. જોકે માંગરોળના ખેડૂતોએ આ ભાવ સામે વાંધો ઉઠાવી ગંભીર આક્ષેપ કર્યા હતા કે સહકારી મંડળી માં મેન્ડેટ પ્રથા ખેડૂતોને લેય દુબશે. જે રીતે સહકારી માળખામાં રાજકારણ હાવી થયું છે ત્યારથી ખેડૂતોની હાલત દયનિય બનતી જાય છે.


'લોભિયો હોય ત્યાં ધૂતારા ભૂખે ન મળે', ઊંચું વળતરના ચક્કરમાં અનેક રોયા, 7 કરોડથી વધુ.


માંગરોળ ખેડૂત સમાજ આગેવાન તેમજ ખેડૂતો આગેવાનો પણ હાજર રહી જોકે હાલમાં સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા એ ભાવ સામે ખેડૂતોએ નારાજગી નોંધાવી માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી ફરી સુગર મિલો ભાવને લઇ ફેર વિચારણા કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા.