સુરત MLA સંગીતા પાટીલે અર્જુન મોઢવાડિયા પર કર્યો 5 કરોડના માનહાનિનો દાવો
કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર પર ટ્વીટ કર્યુ હતું. જેને લઈને 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘FAKE IS USP OF BJP...’ જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે.
તેજસ મોદી/સુરત : કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર પર ટ્વીટ કર્યુ હતું. જેને લઈને 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘FAKE IS USP OF BJP...’ જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે.