ઝી મીડિયા/બ્યૂરો: ગુજરાતમાં આખરે ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો છે. શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો છે. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. હવે મનિષ સીસોદીયાના ટ્વીટ અને આમંત્રણ મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે.
 
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું કોઇને ગુજરાત સાથે સરખામણી કરવા માંગતો નથી. કેટલાક લોકો સત્તાના મદમાં છે. તેઓ દિલ્હી અને પંજાબ જીત્યા બંને રાજ્યોનો સરવાળો ગુજરાત જેટલો નથી. ગુજરાત એવું મેદાન નથી કે એમને કોઇને હિરોગીરી કરવા મળે. મિડિયામાં રહેવા અને મિડિયા ટ્રાયલ માટે લોકો વાતો કરે છે આ ગુજરાત છે. સૌ પોતાના સંસ્કાર બતાવે, અમે અમારા સંસ્કાર બતાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતે બે લોકસભામાં 26 બેઠકો આપી છે. જો તેઓ સારૂ કામ હોય તો દિલ્હીમાં લોકસભામાં કેમ બેઠકો ન આવી. રાજ્યની જનતા વચ્ચે ભુતકાળમાં અનેક પાર્ટી આવી છે, તમામ પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે. પરંતુ પહેલી વાર કોઇ ભગવાન થઇ નીકળ્યા હોય એવું કરી રહ્યા છે. સોમનાથ દાદા અમારા ભગવાન અને બીજા ભગવાન અમારી જનતા જનાર્દન છે. રાજ્યની ભાજપા સરકારની કામગીરી જનતા જાણે છે માટે બધી લોકસભાની બેઠક આપી છે. અમે જવાબદારી સાથે જનતાએ આપેલી જવાબદારી સ્વીકારીએ છીએ. ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ફરી આશીર્વાદ મળશે.


જીતુ વાઘાણીએ આપના નેતાઓ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન માધ્યમિક મળી કુલ 40 હજાર સ્કુલ છે. રાજ્યમાં 54 સ્માર્ટ સ્કુલ છે. આવનારા દિવસોમાં 40 હજારમાંથી 6 વર્ષમાં 20 હજાર સ્માર્ટ સ્કુલ બનાવાશે. ગુજરાતમાં 70 લાખ વિદ્યાર્થી છે માટે સરખામણી કરવા કરતાં સેવા કરવામાં માનીએ છીએ. ચૂંટણી મેદાનમાં જે વાતો કરવી હશે એ કરે જનતા જેને સ્વીકારશે તે ખરું. ગુજરાતની જનતા શાણી જનતા છે અને તેમને વિકાસનો રસ્તો પકડ્યો છે. પહેલાં તેઓ 28 વર્ષ શાસનમાં આવે ત્યાર પછી સરખામણી કરે.


ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, કાલથી બીજેપી ગુજરાત દિલ્હી સ્કૂલોની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધતા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમે ગુસ્સે થયા છો. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. જિતુ વાઘાણી કહે એ જગ્યા પર અને એ દિવસે ચર્ચા કરવા હું તૈયાર છું. શિક્ષણનું ગુજરાત મોડલ સારું કે દિલ્હી મોડલ તે અંગે ચર્ચા કરીએ. સ્થળ અને સમય તમે કહો એ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube