Vadodara Hit and Run Case: 24 કલાકથી ફરાર આરોપી ઝડપાયો, પોલીસ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ
મૃતક બાળકના કાકા માંગ કરે છે કે અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે 304 ની કલમ આરોપી સામે લગાવી છે તો માંજલપુર પોલીસે આરોપી દેવુલ ફૂલબાજે સામે કેમ 304 ની કલમ લગાવતી નથી.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) ના માંજલપુરમાં હિટ એન્ડ રન (Manjalpur Hit and Run Case) ના બનાવમાં છેલ્લા 24 કલાકથી પણ વધુથી નાસતો ફરતો આરોપી દેવુલ ફૂલબાજેની પોલીસે (Police) ધરપકડ કરી લીધી છે. હિટ એન્ડ રનના બનાવમાં 7 વર્ષના બાળક કવિશ પટેલ (Kavish Patel) નું મોત નિપજ્યું હતું. જેને લઈ મામલો વધુ ગંભીર બન્યો છે.
માંજલપુર (Manjalpur) માં 3 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ ભૂતિયા માતાના મંદિર પાસે પુર ઝડપે આવતા રેસિંગ જીપ ચાલકે સ્કુટી પર સવાર ત્રણ વ્યકિતઓને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. જેમાં 7 વર્ષના બાળક કવિશ પટેલનું મોત નિપજ્યું હતું, જે મામલે માંજલપુર પોલીસ (Manjalpur Police) સ્ટેશનમાં ફરીયાદ નોધાઇ હતી.
પિતાનો વલોપાત - 22 વર્ષે અમને સંતાનપ્રાપ્તિ થઈ હતી, અને 2 મિનિટમાં દીકરાને જીપ નીચે કચડી નાંખ્યો
બનાવ બાદથી જ આરોપી અને જીપ ચાલક દેવુલ ફૂલબાજે (Devul Fulbaje) ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસની ટીમે આરોપીને શોધવા અનેક પ્રયાસો કર્યા છતાં આરોપી ના પકડાયો. બાદમાં આજે આરોપી દેવુલ ફૂલબાજેની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીની જીપ અગાઉથી જ જપ્ત કરી હતી ત્યારે આજે એફ એસ એલ ટીમની પણ તપાસમા મદદ લેવાઇ છે.
મહત્વની વાત છે કે આરોપી દેવુલ ફૂલબાજે (Devul Fulbaje) નો પોલીસ સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરાવશે. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આરોપીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે. આરોપી મીડિયા સામે કઈ પણ કહેવા તૈયાર નથી. ત્યારે સવાલ એ થાય છે કે માંજલપુર પોલીસે (Police) આરોપીની ધરપકડ કરી છે કે તે પોતે સામેથી પોલીસ સ્ટેશન (Police Station) હાજર થયો છે.
Corona કાળમાં પણ આ વ્યવસાય કરતા લોકોના રહ્યા 'અચ્છે દિન', કરાવી ભરપૂર કમાણી
પોલીસે (Police) આરોપી સામે હિટ એન્ડ રનના મામલામાં ગંભીર કલમો નથી લગાવી તેવો મૃતક બાળકના પરિવારનો આક્ષેપ છે. મૃતક બાળકના કાકા જીતેન્દ્ર પટેલનો આરોપ છે કે આરોપી દેવુલ ફૂલબાજેને સહેલાઈથી જામીન મળી જાય તેવી કલમ પોલીસે લગાવી છે. પોલીસે 304 એ ની કલમ લગાવી છે. જેમાં બે વર્ષની સજા કે દંડની જોગવાઈ છે અને જામીનલાયક ગુનો છે.
મૃતક બાળકના કાકા માંગ કરે છે કે અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે 304 ની કલમ આરોપી સામે લગાવી છે તો માંજલપુર પોલીસે આરોપી દેવુલ ફૂલબાજે સામે કેમ 304 ની કલમ લગાવતી નથી. મૃતકના કાકા પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને આરોપી સામે પોલીસ કડક કાર્યવાહી ના કરતી હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube